તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
મંગળવારે મનપાનું અંતિમ ખાસ બોર્ડ
પ્રશ્નોતરી નહિ થાયઃ જમીન વેચાણ, દુકાનોની હરરાજી, વિવિધ વિસ્તારમાં નામકરણ સહિતની ૧૧ દરખાસ્તોનો થશે નિર્ણય

રાજકોટ, તા.,૬ :મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ બોર્ડ તા.૧૦ના મંગળવારે મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ અને બોર્ડમાં બાકી હોય તેવી ૧૧ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.
આ સ્પેશિયલ બોર્ડમાં પ્રશ્નોતરી થઇ શકી નથી. રાજકીય બોર્ડીની મુદ્દત તા.૧૧ના રોજ પૂર્ણ થનાર હોય મંગળવારે ખાસ બોર્ડ બોલાવવા મેયરની સુચનાથી સેક્રેટરી દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
આગામી તા.૧૦ ના મેયર નયનાબેનની અધ્યક્ષતામાં ખાસ બોર્ડ યોજાશે. જેમાં વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં આવેલ રોણકીમાં આવેલ ઝઙ-૩૮/૧,૮૦/૧૦૦ના રોડ ઉપર એઇમ્સ હોસ્પિટલ વાળો રોડ, તેમજ રોણકીમાં આવેલ ખંડનં.૪૦/૧ પૈકી ખંડની પાસે રત્નમ ગોલ્યર્સ તેમજ રવેચી ફુડ પાસે આવેલ ચોકનું લક્ષ્મણસિંહજી કટારીયા ચોક નામકરણ કરવા,
શહેરના વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં ઝઙ-૨૪માં આવેલ ખંડનં. ૧૨/૧/૩, ૧૨/૨, ૧૧/૧/૬૦/૪૦ના રોડ ઉપર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ તેમજ શરણમ બિલ્ડીંગ પાસે આવેલ ચોકને ગોકળભાઇ સીતાપરા ચોક નામકરણ કરવા,
રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા અંગે તથા બી.એ.પી.એસ. (સ્વામિનારાયણ મંદિર, રાજકોટ) દ્વારા સાત દિવસીય પારાયણના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ૨૦૦મા વર્ષની સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તથા સ્વામીવાત્સલ્ય (સંઘ જમણ)ના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા માનનીય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ દાખલ કરાયેલા કેસ.
તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારના તા.૦૫ જાન્યુ. ૨૦૨૫ના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં એસ.સી./એસ.ટી. લોકોની લાગણીઓ/ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાહતો, જાતિ-સૂચક, અપમાનજનક વિસ્તારોના નામ જેમાં શહેરના વોર્ડ.નં.૦૭માં આવેલ ઠક્કરબાપા હરીજનવાસ તેમજ વોર્ડ.નં.૦૩માં આવેલ તોપખાના હરીજનવાસ અને વોર્ડ.નં.૧૫માં આવેલ કસ્તુરબા હરીજનવાસ તરીકે અપમાનજનક ઓળખાતા વિસ્તારોને નામ બદલી કરવા,
તથા રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલના ઉપયોગ માટેના નિયમો સુધારવા,
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજુર થયેલ પ્રારંભિક/આખરી નગર રચના યોજનાઓ અંતર્ગત ‘વાણિજ્ય વેંચાણ હેતુ માટે તથા રહેણાંક વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઈ-ઓક્શન દ્વારા નિકાલ કરવા અંગે સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
(3:51 PM IST)










