<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કાલે રેસકોર્ષના ફુટબોલ- હોકી ગ્રાઉન્‍ડની ગેલેરી સહિતના ૩૬૨.૬૨ કરોડના વિકાસકામોની ભેટ

છેલ્લે...છેલ્લે... શાસકો ઉંઘમાંથી ઉઠયા...? : મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે લોકાર્પણ- ખાતમુર્હુતઃ બપોરે ૩:૩૦ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલમાં સંયુકત કાર્યક્રમ

રાજકોટ, તા. ૬: મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિભાગોના કુલ-૩૬૨.૬૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ અને ખાતમુર્હુત માન. કેબિનેટ મંત્રીશ્રી અને રાજકોટ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે તા.૦૭ને શનિવારે, સમય બપોરે ૦૩:૦૦ કલાકે, અરવિંદભાઈ મણિયાર હોલ, જયુબેલી ગાર્ડન, જયુબેલી ચોક, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

આ લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૦૬ના રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ-કર્મચારીઓ અને એજન્‍સીના પ્રતિનિધિઓને સાથે રાખી સ્‍થળ મુલાકાત કરવામાં આવી.

આ સ્‍થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને એજન્‍સીના પ્રતિનિધિઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના લગત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ગુજરાત પ્રદેશ ભાજપ સહ કોષાધ્‍યક્ષ મોહનભાઈ કુંડારિયા, ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રૂડાના સી.ઈ.એ. જી.વી. મિયાણી, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.

કયા કયા કામોનું

લોકાર્પણ ખાતમુર્હુત

આવતી કાલે થનાર કામોમાં આજી-૧ ડેમ ખાતે ૭પ  એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવાનું કામ (પ વર્ષ કોમ્‍પ્રીહેન્‍સીવ ઓપરેશન અને મેઇન્‍ટેનન્‍સ સાથે), કટારીયા બ્રિજમાં નડતર એમ એસ લાઇન ઁિશફટ કરવાનું તથા નવી ૭૧૧ એમએમ લાઇન નાખવી સહીત કામોનું ખાતમુર્હુત તથા  ૦૩ નંગ વ્‍હીકલ માઉન્‍ટેડ રોબોટીક કલીનીંગ મશીન ખરીદવાનું કામ, રેલનગર વિસ્‍તારમાં આરોગ્‍ય કેન્‍દ્ર, રેલનગર વિસ્‍તામાં બગીચો, રેસકોર્ષ સંકુલમાં ફુટબોલ ગ્રાઉન્‍ડ તથા હોકી ગ્રાઉન્‍ડ વચ્‍ચે વ્‍યુઇંગ ગેલેરી, બેડીનાકા ખાતે ડ્રેનેજ મિકેનીકલ ઓફિસ, વોર્ડ નં. ૧૭ માં વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હોલ, વોર્ડ નં. ૧ર માં આવેલ પેટા વોર્ડ ઓફિસ ૧ર(બ) (વાવડી)ની નવી વોર્ડ ઓફિસ સહિતના પ્રોજેકટો ખુલ્લા મુકાશે

(3:32 PM IST)