તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
ચકરી મશીનમાં હાથ ફસાઇ જતાં વૃધ્ધ ચંદુભાઇનું મોત
ધોરાજીનો બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: ધોરાજીમાં જુનાગઢ રોડ પર ધોરીવાવ વિસ્તારમાં આવેલા વી. કે. પોલીમર્સ કારખાનામાં કામ કરતી વખતે ચકરી મશીનમાં હાથ આવી જતાં ચંદુભાઇ નાનજીભાઇ ગોઢકીયા-દેવીપૂજક (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને હાથ-માથા-શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે બપોરે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર ચંદુભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. વૃધ્ધ કામ કરી રહ્યા હતાં ત્યારે કોઇ છોકરાએ મશીનની સ્વીચ ભુલથી ચાલુ કરી દેતાં આ બનાવ બન્યાનું જણવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૦)
(2:55 PM IST)










