તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
કાલથી બગસરામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતનમાં શ્રી રામનામના નાદ સાથે સાહિત્યની વાતો ગુંજશે : શ્રોતાઓ ઉમટશે

‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ મેઘાણીએ બગસરાની કથાનું આમંત્રણ પાઠવ્યું હતું. આ તકે વાલજીભાઇ પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ તા.૬: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતન અમરેલી જીલ્લાનના બગસરામાં આવેલ ‘ચિત્રકુટધામ' પરફેકટ રિસોર્ટ પાસે, અમરેલી રોડ ખાતે કાલથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને ‘‘માનસ મેઘાણી'' શ્રીરામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને ઝવેરચંદ મેઘાણીના પોૈત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી (મેઘાણી સ્મૃતિ સંસ્થાન મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)એ આમંત્રણ પાઠવ્યુ હતું અને ‘‘માનસ મેઘાણી'' શ્રીરામકથાની વિગતો વર્ણવી હતી.
પિનાકીભાઇ મેઘાણીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતન બગસરામાં તા.૭-૩-૨૬થી તા.૧૫-૩-૨૬ દરમ્યાન આયોજીત ‘‘માનસ મેઘાણી'' શ્રીરામકથાના નિમિતમાત્ર મનોરથી હર્ષાબા ગોહિલ પરિવાર (લાઠી- અમેરિકા) છે.
કાલે તા.૭ને શનિવારે સાંજે ૪ વાગ્યે ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનું દિપ પ્રાગટય કરાશે.
આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયા, રાજયમંત્રી કોૈશિકભાઇ વેકરીયા, ધારી-બગસરા- ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્થિત પુત્ર અશોકભાઇ મેઘાણી, પોૈત્ર પિનાકીભાઇ મેઘાણી, પોૈત્રી મંજરીબેન મેઘાણી, પપોૈત્ર યશભાઇ મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિતના ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ પૂ.મોરારીબાપુ પ્રથમ દિવસે કાલે સાંજના ૭ વાગ્યા સુધી શ્રીરામકથાનું રસપાન કરાવશે. જયારે તા.૮ને રવિવારથી તા.૧૫ને રવિવાર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી પૂ.મોરારીબાપુ ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનું રસપાન કરાવશે. ભાવિકો માટે દરરોજ બપોરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનું આસ્થા ચેનલ અને પૂ.મોરારીબાપુની ઓફિશ્યલ યુટયુબ ચેનલ ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. મોરારીબાપુના કુલ કથા ક્રમની ૯૭૩મી રામકથા કાલે તા. ૭ માર્ચથી બગસરા ખાતે આરંભાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર - સંશોધક ઝવેરચંદ મેઘાણીની પુણ્ય સ્મળતિ રૂપે, એમના પૈતળક વતન બગસરામાં કથાનું આયોજન ગોઠવાયું છે. મેઘાણીભાઇનું દેહાવસાન ૯ માર્ચ, ૧૯૪૬માં બોટાદ ખાતે થયેલું. એ રીતે એમની એંસીમી પુણ્ય તિથિના અનુસંધાને, સમગ્ર ગુજરાતનું સાહિત્ય વિશ્વ, ‘‘માનસ મેઘાણી'' રામકથાનાં માધ્યમથી એક સમર્થ સાક્ષરનું પુણ્ય સ્મરણ કરશે.
મૂળ બગસરાના જૈન વણિક પરિવારમાં,૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદ મેધાણીના ફોજદાર પિતાની બદલી થતી રહેતી હોવાથી તેમનું પ્રાથમિક શિક્ષણ ચોટીલા, દાઠા, પાળીયાદ, બગસરામાં થયું હતું. અમરેલી તેમ જ રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ભાવનગરની શામળદાસ કોલેજમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો. અંગ્રેજી અને સંસ્કળત વિષય સાથે ૧૯૧૬માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. થોડો સમય ભાવનગરની હાઇસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે કામ કરી, ૧૯૧૭માં કોલકાતાની એલ્યુમિનિયમ કંપનીમાં ગોઠવાયા. દરમિયાન એક વાર ઇંગ્લેન્ડ પણ જવાનું બન્યું. પરંતુ માતળભૂમિ પરના અપાર આકર્ષણ અને જન્મભૂમિ તરફના પ્રેમથી ખેંચાઇને ૧૯૨૦ માં બગસરા પાછા ફર્યા હતા.
રાણપુરના ‘‘સૌરાષ્ટ્ર'' અખબારમાં કોલમ લખવાનું શરૂ કર્યું અને ૧૯૩૫ સુધી ‘‘સૌરાષ્ટ્ર''ના તંત્રી રહ્યા. આ સમય દરમિયાન સૌ પ્રથમ પુસ્તક ‘‘કુરબાનીની કથાઓ'' પ્રકાશિત થયું. ત્યારબાદ ‘‘સૌરાષ્ટ્રની રસધાર'' ના પાંચ ભાગનું સંકલન કર્યું અને બંગાળી ભાષાની કળતિઓનું ભાષાંતર કર્યું. ૧૯૨૬ માં ‘‘વેણીનાં ફૂલ'' કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો. ૧૯૨૮ માં લોક સાહિત્યમાં સંશોધન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભુષિત થયા.
આઝાદીના જંગમાં ‘‘સિંધુડો'' એ પ્રાણ પૂર્યા, પરિણામે બે વર્ષ જેલવાસ વેઠ્યો. ૧૯૩૦ માં ‘‘ઝેરનો કટોરો'' કાવ્યે, ગાંધીજી દ્વારા એમને ‘‘રાષ્ટ્રીય શાયર''નું બિરુદ અપાવ્યું.
૧૯૩૪માં મુંબઇમાં સ્થાયી થયા. ‘‘જન્મભૂમિ''માં ‘‘કલમ અને કિતાબ'' કોલમ તેમ જ નવલકથાઓ લખવાની શરુઆત કરી. ૧૯૩૬થી ૧૯૪૫ સુધી ‘‘ફૂલછાબ''ના સંપાદક તંત્રી તરીકે ભુમિકા નિભાવી અને પત્રકારત્વના ક્ષેત્રે નવી ભાત પાડી. ૧૯૪૬માં રવિશંકર મહારાજના જીવન પર આધારિત ‘‘માણસાઈના દીવા'' ને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયું. એ જ વર્ષે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગના વડા તરીકે નીમાયા.
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઘણી નાની કહી શકાય એ ઉંમરે マદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મળત્યુ થયું. એ પહેલાં એમણે ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવન ચરિત્ર રૂપે આપણને સાહિત્યનો વૈવિધ્ય પૂર્ણ રસથાળ પીરસ્યો છે.તેમણે તેમના સાહિત્ય મા લખેલી કથાઓ મા ૬૦% કરતા વધારે કાઠી ક્ષત્રીય સમાજની કથાઓ લખી છે. મેઘાણી, અને હડાળા દરબારશ્રી વાજસુર વાળા મીત્રો હતા ને કાઠી સમાજ ની વાર્તાઓ વાજસુર વાળા એ મેઘાણી સમક્ષ મુકેલી. ને ગામે ગામ ફરી ને ઈતિહાસનુ સંશોધન કરી ને મેઘાણી એ એ વાર્તાઓ ને અક્ષર દેહ આપ્યો હતો.
પૂ.મોરારીબાપુ નો ઉતારો વર્ષો થી જેમની સાથે マદયનો નાતો છે એવા હાલરીયાના દરબારશ્રી બદરુબાપુના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે. બદરુબાપુના પુત્ર લવકુભાઈ વાળા બાપુની સેવામા સાથે સતત રહે છે. બગસરા તથા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવે તે માટેનું પણ આમંત્રણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું છે.
(11:44 AM IST)










