<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં સવારથી ધીંગુ મતદાનઃ રાજયભરના ૧પ૦ મથકોએ મતદાન યોજાયુ

કુલ ર૩ બેઠકો માટે ૯૯ ઉમેદવારો મેદાનમાં: સૌરાષ્‍ટ્રમાંથી ર૦ અને રાજકોટમાંથી પાંચ ઉમેદવારો સ્‍પર્ધામાં: ગુજરાતના ૮૭ હજાર વકીલો આજે મતદાન કરશેઃ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન હેઠળ પ્રથમ ચૂંટણી યોજાઇઃ કુલ ૯૯ વકીલોની ઉમેદવારી પુરૂષની સંખ્‍યા ૭૯ અને ર૦ મહિલા ઉમેદવારો વચ્‍ચે પ્રથમ એક નંબર મેળવવા જબરજસ્‍ત સ્‍પર્ધાઃ ૯મી માર્ચે મતગણતરી થશેઃ મતગણતરી બાદ એક વીકમાં ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે

રાજકોટઃ ગુજરાત બાર. કાઉન્‍સીલની આજે યોજાયેલ ચુંટણી સંદર્ભે લેવાયેલ તસ્‍વીરોમાં ઉપરના ભાગે ઉમેદવાર અમૃતાબેન ભારદ્વાજ સાથે પિયુષ શાહ, સી.એચ.પટેલ, કમલેશ જોષીપુરા, ગીરીશભાઇ ભટ્ટ, નરેન્‍દ્રસિંહ જાડેજા, એ.જી.મોદન વિગેરે દર્શાય છે. બાજુની તસ્‍વીરોમાં પોલીંગ એજન્‍ટો પાસે પોતાનું મતદાન કાર્ડ મેળવતા વકીલો દર્શાય છે. ત્રીજી તસ્‍વીરમાં ‘વી ફોર વીકટરી' ના નારા સાથે ઉમેદવાર દિલીપભાઇ પટેલ અને તેમના સમર્થકો દર્શાય છે. નીચેની સીંગલ તસ્‍વીરોમાં મતદાન કરતા એડવોકેટોમાં તુષાર ગોકાણી, જયેશ બોઘરા, અંશ ભારદ્વાજ, રક્ષીત કલોલા, હેમલ ગોહેલ, રાજેશ મહેતા, નયનભાઇ વ્‍યાસ, રાજેન્‍દ્રસિંહ ઝાલા, ડો.અનિલ દાસાણી, સુરેશ ફળદુ, ડી.ડી.મહેતા, શૈલેષ સુચક, હરપાલસિંહ જાડેજા, મિતલબેન સોનપાલ, આશીત સોનપાલ, કેતન મંડ, વિજય ભટ્ટ, રાજેન્‍દ્રસિંહ ગોહીલ, સિધ્‍ધરાજસિંહ જાડેજા, કિરીટ નકુમ, અશ્વીન રામાણી, રણજીત મકવાણા, મુકેશ પીપળીયા, મલ્‍હાર સોનપાલ, ભરત પરમાર, વિમલ વેકરીયા, વિમલ ડાંગર, કિસન ટીલવા, મયુર વાંક, રઘુરાજ ખુમાણ, મનોજ તંતી, દેવાયત મિયાત્રા, કિસન સખીયા, ભાવેશ મકવાણા વિગેરે દર્શાય છે. (તસ્‍વીરોઃ સંદીપ બગથરીયા) (૪.૧૧)

રાજકોટઃ ગુજરાત બાર કાઉન્‍સીલની આજે યોજાયેલ ચુંટણીમાં સવારથી બે કલાક ધીંગુ મતદાન શરૂ થયા બાદ બપોર બાદ મતદાન થોડુ ધીમુ પડયું હતું. આ લખાય છે ત્‍યારે બપોરના ૧.૩ં૦ સુધીમાં ૧૧૦૦ ની આસપાસ મતદાન થયાનું જાણવા મળેલ છે. રાજકોટમાં કુલ ૪૪૭૮ વકીલો બાર. એસો.માં નોંધાયેલા છે. સાંજ સુધીમાં પ૦ ટકા મતદાન થવાની શકયતા છે. આજે સવારના વકીલો મતદાન માટે લાઇનમાં ઉભેલા જોવા મળે છે. અન્‍ય તસ્‍વીરોમાં જે કોઇ વકીલોએ મતદાન કર્યુ હતું. તેમાં ઉપરના ભાગ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર દિલીપભાઇ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ, ભુમીકાબેન પટેલ, જીતેન્‍દ્ર પારેખ, સી.એચ.પટેલ તેમજ બાર.એસો. ના પ્રમુખ સુમીત વોરા, જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા, બકુલભાઇ રાજાણી, અનિલભાઇ દેસાઇ, કમલેશ શાહ, કમલેશ જોષીપુરા, ગીરીશભાઇ ભટ્ટ, અર્જુન પટેલ, કિશોર સખીયા, પિયુષ શાહ, પ્રદીપ ડવ, શાંતનુ સોનપાલ, શ્‍યામલ સોનપાલ, મનીષ ખખ્‍ખર, પી.સી.વ્‍યાસ, સમીર ખીરા, પરેશ મારૂ, જીજ્ઞેશ જોષી, કશ્‍યપ શુકલ, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, જયભારત ધામેચા, ધીમંત ભટ્ટ, સંજય પંડયા, નિલેષ વેકરીયા, ઘનશ્‍યામ હેરભા તથા નિધીબેન સોંડાગર દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૬ :.. ગુજરાત બાર કાઉન્‍સીલની આજે સમગ્ર ગુજરાતના ૧પ૦ મતદાન મથકોએ ચૂંટણી યોજાઇ છે. કુલ ર૩ જગ્‍યા માટે ૯૯ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી પુરૂષ ૭૯ અને મહિલા ઉમેદવારો ર૦ છે.

આજે સવારથી ગુજરાતના મુખ્‍ય ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરના જીલ્લા અને તાલુકા મથકો મળીને કુલ ૧પ૦ મતદાન મથકોએ મતદાન યોજાયુ હતું અને દરેક બાર એસો.માં નોંધાયેલા વકીલો દ્વારા સવારના ૧૦ વાગ્‍યાથી શરૂ થયેલ મતદાનમાં ઉત્‍સાહ ભેર વકીલોએ મતદાન કર્યુ હતું.

મળતી માહિતી મુજબ ગુજરાત બાર કાઉન્‍સીલમાં કુલ ૮૭ હજાર વકીલો નોંધાયા છે. અને ૮૭ હજારનું સંગઠન ધરાવતી બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં આજે દરેક જીલ્લા તાલુકા મથકોએ વકીલોએ ધીંગુ મતદાન કર્યાનું જાણવા મળે છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટમાં સવારે વકીલોની મતદાન માટે લાંબી લાઇન જોવા મળી હતી. આજ રીતે જામનગર, સુરેન્‍દ્રનગર, કચ્‍છ-ભુજ, ગાંધીધામ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્‍ટ્ર તમામ બાર એસો.ના મથકોએ વકીલોએ મતદાન કર્યુ હતું.

સુપ્રિમ કોર્ટની ગાઇડ મુજબ અને બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાએ જારી કરેલ નિયમો મુજબ આજે ગુજરાત બાર કાઉન્‍ીસલની ચૂંટણી યોજાઇ છે. જેમાં ૩૦ ટકા મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે.

આજે સવારના ૧૦ થી સાંજના છ વાગ્‍યા સુધી મતદાનનો સમય અપાયો છે. મતદાન પુરૂ થયા બાદ મતદાન પેટીઓને સીલબંધ હાલતમાં અમદાવાદ ગુજરાત બાર કાઉન્‍સીલ ખાતે ૧પ૦ મતદાન મથકોની મતપેટીઓને પહોચાડવામાં આવશે. અને તા. ૯ મીથી મત ગણતરી શરૂ થશે. અને જાણવા  મળ્‍યા મુજબ ૧૪ માર્ચ સુધીમાં ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે.

ગુજરાત બાર કાઉન્‍સીલને મતદાન પેટીઓ મળ્‍યા બાદ તમામ મતપેટીઓને ગુજરાત હાઇકોર્ટના ઓડીટોરીયમ ખાતે લઇ જવાશે અને ૯ માર્ચે પેટીઓ ખોલીને એકડા-બગડાના અંક ગણિત સાથે મત ગણતરી શરૂ થશે.

ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં વકીલો માત્ર વ્‍યવસાય પુરૂતા નહિ પરંતુ  રાજકીય ઓળખ મેળવવાના આશયથી ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે વકીલોની ચૂંટણી રાજકીય રંગે રંગાયેલી બનતી જાય છે.

સમગ્ર ગુજરાતમાં ૧પ૦ મતદાન મથકોએ પોલીંગ ઓફિસરોના નેજા હેઠળ ચુસ્‍ત નિયમો હેઠળ આજે યોજાયેલ ચંૂટણીમાં વકીલોએ મતદાન કર્યુ હતું.

રાજકોટમાંથી મળતી માહિતી મુજબ કુલ ૪૪૦૦ વકીલો મતદારો છે. જેમાંથી બપોરના બે વાગ્‍યા સુધીમાં ૩પ થી ૪૦ ટકા વચ્‍ચે મતદાન થયાનું જાણવા મળે છે.

આજે તા.૬ માર્ચે સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની મહત્ત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્‍યભરમાં કુલ ૨૩ બેઠક માટે ૯૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તૈમાં ૫ બેઠક મહિલા અનામત રાખવામાં આવી છે અને આ અનામત બેઠક સહિત કુલ ૨૦ મહિલા એડવોકેટ્‍સએ ઉમેદવારી નોંધાવી છે. સૌરાષ્‍ટ્રમાંથી રાજકોટના ૫ સહિત કુલ ૨૦ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્‍યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકની અદાલતો ખાતે કુલ ૧૫૦ મતદાન મથકો પર સવારે ૧૦ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદાન
યોજાયું છે.

રાજકોટના ૪૪૦૦ સહિત રાજ્‍યના ૮૭૦૦૦ મતદાર આ ઉમેદવારોની ભાવિ આજે નક્કી કરશે. રાજકોટમાંથી પ્રથમ વખત સ્‍વ.અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમળતા ભારદ્વાજ તેમજ ભૂમિકા પટેલ એમ બે મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે. આ ચૂંટણીમાં હાલના ચેરમેન જે.જે. પટેલ પણ ફરી ચૂંટણી મેદાનમાં છે. મતદાન પૂર્ણ થયા બાદ ૯ માર્ચે મતગણતરી હાથ ધરાશે અને ત્‍યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ ચૂંટણીમાં ભાજપના - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વકીલો ચૂંટણી લડી રહ્યા છ.ે છેલ્લા ર૭ વર્ષથી ભાજપની સમરસ પેનલનો દબદબો રહ્યો છે. ત્‍યારે આ ચૂંટણીના પરિણામ ઉપર હવે સૌ કોઇની મીટ મંડાઇ છે. (પ-૧૪)

સૌરાષ્‍ટ્રમાં કોણ કોણ ઉમેદવાર

રાજકોટના  અમળતા અભયકુમાર ભારદ્વાજ, જીતેન્‍દ્ર હિંમતલાલ પારેખ (જીતુભાઈ), ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ (સી.એચ.), દિલીપ કાનજીભાઈ પટેલ, ભૂમિકા પરેશકુમાર પટેલ

જામનગરના  મનોજ મણિલાલ અનડકટ, દીપક રજનીકાંત દોશી, અશોકકુમાર હરિશંકર જોશી, ચાંદની દીપકભાઈ પોપટ, મીના વલ્લભદાસ ભાયાણી,

સુરેન્‍દ્રનગરના  પ્રશાંતકુમાર સુરેશકુમાર ભટ્ટ, લીંબડીના અશોકકુમાર કરસનભાઈ ચાવડા,

ભાવનગરના  હિરેનકુમાર તનસુખરાય જાની, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા,

જૂનાગઢના  મુકેશ ચીમનલાલ કામદાર, રોહિતકુમાર ગિરધરલાલ મકવાણા,

બગસરાના  નરેન્‍દ્રકુમાર ખીમજીભાઈ કાંટિયા,

અમરેલીના  બકુલેશ દિવ્‍યકાંત પંડયા (બકુલ પંડ્‍યા),

વેરાવળના  સૂર્યકાંત નાનાલાલ સવાણી

મોરબીના  જયદીપ બાલુભાઈ પંચોટિયા.

 

ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણીની સાથે સાથે....

-  તા. ૬ઠ્ઠી માર્ચે સવારે ૧૦-૦૦ વાગ્‍યાથી સાંજે ૬-૦૦ વાગ્‍યા સુધી મતદાન

-  અમદાવાદની તમામ કોર્ટો માટે મતદાન મથક સૌપ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી ખાતે

-  ૬૪ વર્ષના ઇતિહાસમાં ગુજરાત કલબનું મતદાન મથક બદલાતાં વકીલોમાં રોષ યુનિવર્સિટીના મતદાન મથક માટે મતદાનનો સમય એક કલાકનો વધારાયો

-  ગુજરાત હાઇકોર્ટના ચાર હજારથી વધુ વકીલો માટે હાઇકોર્ટમાં જ મતદાન મથક -પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ મેદાનમાં

 -  અમદાવાદના મતદાન મથક પર ચૂંટણી માટે મતદાનના સમયમાં એક કલાકનો વધારો

-  ૨૦૦થી વધુ વકીલ મતદારો હોય ત્‍યાં બપોરે ૨-૩૦ વાગ્‍યા સુધી મતદાન

-  ૨૫૦થી વધુ મતદારો હોય ત્‍યાં સાંજે ૫-૦૦ વાગ્‍યા સુધી મતદાન

-  ત્રણ હજારથી વધુ વકીલો હોય ત્‍યાં સાંજના ૬-૦૦ વાગ્‍યા સુધી મતદાન

-  રાજયભરના ૧૫૦થી વધુ પોલીંગ બુથ પર ૪૫૦ પોલીંગ ઓફિસરો ફરજમાં તૈનાત

-  બોગસ વોટીંગ ના થાય તેની ખાસ તકેદારી રાખવા વકીલોની માંગણી

(3:45 PM IST)