તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
વાવડી વિસ્તારમાં ૨૮.૩૩ કરોડના ખર્ચે અનોખો પ્રથમ બગીચો બનશે
છેલ્લી સ્ટેન્ડિંગમાં અધધધ ૪૭૦.૭૪ કરોડના કામો મંજુર ૫૮૪૩૯.૫ ચો.મી.માં વોટર વે, વોક વે, સ્પોર્ટસ ગેમ કોર્ટ સહિતની સુવિધાઃ વોર્ડ નં.૧૨માં ૧૮.૯૭ કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવાશેઃ રૈયાગામથી સ્માર્ટ સીટી સુધીનો નવો ડીપી રોડ, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જયુબેલી શાક માર્કેટ નવીનીકરણ સહિતની ૧૧૫ દરખાસ્તોનો કરાયો નિર્ણય

રાજકોટ તા.પઃ મ્યુનિ.કોર્પોરેશનની વર્તમાન પાંચ વર્ષની બોડીની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વાવડી વિસ્તારમાં અનોખો બગીચો ૨૮.૩૩ કરોડના ખર્ચે બનાવવા સહિત કુલ ૧૧૫ દરખાસ્તોના ૪૭૦ કરોડના વિકાસકામો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
૧૧ માર્ચના રોજ પાંચ વર્ષ માટે ચૂંટાયેલા ૭૨ કોર્પોરેટરની બોડીની મુદત પુરી થઇ રહી છે. ત્યારે આજે બપોર ૧૨ વાગ્યે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ૧૧૫ દરખાસ્ત પૈકી ૧ પેન્ડિંગ, ૪ નામંજુર તથા ૬ રીટેન્ડર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વોર્ડ નં.૧૨માં બગીચો
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટીપી સ્કીમ ૧૫ વાવડીમાં આવેલ ફાઇનલ પ્લોટ નં.૩૪માં વ્રજવિલા એપાર્ટમેન્ટ પાસે લાઇબ્રેરી બનાવવાનુ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે. આ સ્થળે ૨૫૯૧ ચો.મી.એરીયામાં પાકિર્ંંગ માટે લોઅર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર નવ દુકાનો. કોમન એડમીનીસ્ટ્રેશન એરીયા, વેઇટીંગ એરીયા, ફર્સ્ટ ફલોર પર નવ દુકાનો, સ્ટાફ ઓફિસ, ન્યુઝ પેપર રીડીંગ એરીયા, સેક્ધડ ફલોર પર જનરલ રીડીંગ હોલ, ટોય લાયબ્રેરી, ચિલ્ડ્રન મેગેઝીન ડીસ્પ્લે એરીયા, થર્ડ ફલોર પર મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ રીડીંગ હોલ, ડીઝીટલ લાયબ્રેરી માટેનો એક હોલ, ટેરેસ ફલોર પર ઓડીયો-વિડીયો રૂમ અને તમામ ફલોર પર લેડીઝ/જેન્ટસ ટોયલેટ, સમગ્ર બિલ્ડીંગમાં લીફટની સુવિધા, સી.સી. ટી.વી. કેમેરા, ફાયર સીસ્ટમની સુવિધાનાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧૭,૪૯,૮૭,૦૦૦નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૧માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે રૂા.૧.૭૭ કરોડ ફાળવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૧૧માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પીટલ બનાવવાનાં કામે કુલ રૂા.૧,૫૦,૩૭,૦૯૮તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે રૂા.૧,૭૭,૪૪,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે ૨૬૨ ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ ફલોર પર લેબોરેટરી, ડોકટર રૂમ, ઓપરેશન રૂમ, મેડીસીન રૂમ, તેમજ એનીમલ ટ્રીટમેન્ટ રૂમ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧,૫૦,૩૭,૦૯૮ રકમનો ખર્ચ કરવામાં આવશે.
સ્માર્ટ સીટી રોડ-કોસ્મોપ્લેકસ
વોર્ડ નં.૧માં રૈયા ગામથી રૈયા સ્માર્ટ સીટી સુધીનો ૧.ર કિ.મી.નો રોડ, ર૪૦૦ મીટરની ડીઆઇ પાઇપલાઇન, ૭ર૦૦ મીટર, પ૦૦ મીટરની અન્ય લાઇન, ફલાવર બેડ ડિવાઇડર, ફુટપાથ સહિતના કામ માટે ૧પ.ર૯ કરોડનું ટેન્ડર બહાર પડાતા ભવાની ક્ધસ. કંપનીએ ૩ ટકા વધુ ઓનથી આ કામ કરવા તૈયારી દર્શાવી છે. જેમાં ૧૮ ટકા જીએસટી સહિત ૧૮.પ૮ કરોડનો ખર્ચ થશે. વોર્ડ નં.૯માં કોસ્મોપ્લેકસથી ૧પ૦ ફુટ રીંગ રોડને જોડતા ૧૮ મીટરના રોડનું કામ રાજ ૩.૧પ કરોડમાં કરવામાં આવશે.
એનીમલ હોસ્પિટલ
વોર્ડ નં.૧૧માં મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું જેમાં સનરાઇઝ એન્ટરપ્રાઇઝ ર.૧૦ ટકા ઓછા ભાવે ૧.૭૩ કરોડમાં પશુઓ માટેની હોસ્પિટલ બનાવવામાં આવશે.
કનક રોડ પરના ફાયર સ્ટેશનની કાયાપલટ થશે
વોર્ડ નં.૭ કોર્પો. કચેરી પાછળ કનક રોડ પર દાયકાઓ જુના ફાયર સ્ટેશનને તોડીને નવું ફાયર સ્ટેશન બનાવવા રી-ટેન્ડર કરાયા બાદ એલ-૧ એજન્સીને ૧પ ટકા વધુ ભાવથી કામ કરી આપવા તૈયારી દેખાડી છે જે માટે ૧ર.ર૩ કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
રસ્તા કામો
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.ર, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭માંડિઝાઇન રોડ સોસાયટીના રોડ સહિતના રસ્તાના કામ માટે ૪૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત એઙ્ઘિલમાં ૩૧.૩૧ કરોડનો ખર્ચ મંજૂર થયો હોય, ૧ર.૬૭ કરોડના વધારાના ખર્ચ સહિતનું આ બજેટ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. વેસ્ટ ઝોનના છ વોર્ડમાં ૧.૩૬ કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ
વોર્ડ નં.૪ પ૦ ફુટ રોડ ડી માર્ટ પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા ટેન્ડર પ્રક્રિયામાં સાત પાર્ટી કવોલીફાય થઇ હતી. જેમાં એલ-૧ એજન્સી દ્વારા અઢી ટકા ઓછા ભાવમાં કામ ઓફર આવતા ર૯.૩૮ કરોડના ખર્ચે કામ થશે.
આરોગ્ય કેન્દ્ર-ફાયર સ્ટેશન
વોર્ડ નં.૩ના મનહરપુરમાં બે કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા દરખાસ્ત આવી છે. તો વોર્ડ નં. ૧પમાં આજી ડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન પાછળના ખુલ્લા પ્લોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવા ૩પ.૧૬ કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી છે.
આ ઉપરાંત આજે મેળલ જમ્બો સ્ટેન્ડિંગમાં ૧૧૫ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જૈ પૈકી ૧૧૦ દરખાસ્તને મંજૂરી આપવમાં આવી હતી. જેમાં ફરી વખત મનપા દ્વારા છ પ્લોટની હરાજી કરી રૂા.૨૮૦ કરોડની આવક ઉભી કરવામાં આવશે. તથા વાવડી વિસ્તારમાં સ્પોજ ગાર્ડન બનાવવા તથા મોટા મવામાં એનીમલ હોસ્પિટલ, નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ, તેમજ અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક તથા ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં નવી આંગણવાડી તથા કનક રોડ ઉપર નવુ ફાયર સ્ટેશન, વોર્ડ નં.૪માં નવુ સ્પોર્ટસ સંકુલ, વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનુ નવુ ભાડુ નક્કી કરવા મનહરપુરમાં નવુ આરોગ્ય કેન્દ્ર દ્વારકેશ પાર્કમાં નવુ આરોગ્ય કેન્દ્ર પે એન્ડ ર્પાકિંગ માટે અલગ અલગ સ્થળ લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફિસ પાસે વેજીટેબલ માર્કેટ બનાવવા સહિતના વિકાસકામોની દરખાસ્તને હરીઝંડી આપવામાં આવી છે.
ગાર્ડનમાં કઇ કઇ સુવિધા હશે!
રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨ના વાવડી વિસ્તારમાં ૫૮૪૩૯.૫ ચો.મી.માં નિર્માણ થનાર સ્પોન્જ પાર્કમાં ઘાટ, સ્લોપીંગ પ્લે એરીયા, રીટઇનશન પોન્ડ, ટોપલેટ બ્લોક, ગેધરિંગ લોન, પેટ પાર્ક, ગઝેબો, ફલાવર પાર્ક, આઇસલેન્ડ, વોટર વે, વોકવે, સીટીંગ એરીયા, એમ્પી થિયેટર, ઓપન કલાસરૂમ, મલ્ટી સ્પોર્ટ ગેમ કોર્ટ, મેડીસીકલ પ્લાન્ટ ગાર્ડન, મેડિટેશન ગાર્ડન તથા યોગા ડેક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
(3:52 PM IST)










