News of Thursday, 5th March 2026
ટેક્ષ વિઝન અ સિરીઝ ઑફ ડિકોડીંગ ધ ન્યુ ઇન્કમટેક્ષ એકટ-ર૦રપ અંતર્ર્ગત શનિ-રવિ માહિતીસભર સેમિનાર
ધ ઇન્સ્ટીટયુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા અને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા : ઇન્કમટેક્ષનો નવો કાયદો સરળ ભાષામાં સમજવાની તકઃ ઇચ્છુકોએ નામ નોંધાવી દેવા

રાજકોટ : ધ ઇન્સ્ટીટયુટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા અને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુકત ઉપક્રમે આઇ.સી.એ.આઇ. ભવન, ગીરીરાજનગર, રૈયા રોડ ખાતે આગામી તા. ૭ અને તા. ૮ (શનિ-રવિ)‘‘ટેક્ષવિઝન'' અ સીરીઝ ઑફ ડિકોડીંગ ધ ન્યુ ઇન્કમટેક્ષ એકટ-ર૦રપ અંતર્ગત શ્રેણીબદ્ધ સેમીનારનું આયોજન થનાર છે.
હાલનો ઇન્કમટેક્ષનો કાયદો સને ૧૯૬૧થી લાગુ પાડવામાં આવેલ હતો. આ કાયદો તા. ૩૧.૦૩.ર૦ર૬ થી લાગુ પડશે નહીં. પરંતુ તેને બદલે તા. ૦૧.૦૪.ર૦ર૬ થી લાગુ પડે તે રીતે એક સંપૂર્ણ નજો કાયદો ઇન્કમટેક્ષ એકટ ર૦રપનો અમલ કરવામાં આવશે. આ ઇન્કમટેક્ષનો નવો કાયદો અને નવા કાયદામાં કલમોમાં અને કેટલીક જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવેલ છે. આ કાયદામાં આશરે પ૦૦ જેટલી કલમો છે. પરંતુ આヘર્યજનક રીતે યુનિયન બજેટ-ર૦ર૬માં આ નવો કાયદો કે જેનો હજુ અમલ નથી થયો તેમાં આશરે ૮૭ સુધારા કરવામાં આવેલા છે. આમ ઇન્કમટેક્ષનો નવો કાયદો અમલમાં આવ્યા પહેલા જ ગુંચવણો થવાનું શરૂ થઇ ગયેલ છે. તા. ૦૧.૦૪.ર૦ર૬ થી આ ઇન્કમટેક્ષનો નવો કાયદો લાગુ પડે છે તેની સરળ ભાષામાં વિસ્તૃત સમજુતી આપવા માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હોવાનું સંસ્થાના આગેવાનોએ જણાવ્યું છે.
તા. ૭ શનિવારે આખા દિવસના સેમીનારનું આયોજન છે. જેમાં જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દિપક રીન્દાણી દ્વારા આવકવેરા અધિનિયમ રં૦રપ ની ઝાંખી સાથે આવકનો ખ્યાલ, અવાકવેરાનો ચાર્જ, કુલ આવકનો અવકાશ, ‘આકારણી વર્ષ' વિરૂદ્ધ ‘કર વર્ષ' અને રદ્દીકરણ અને બચત જેવા મહત્વના વિષયો અંગે છણાવટપૂર્વકની વકત્વય આપશે. આ ઉપરાંત આવકમાંથી થતા કેપીટલ ગેઇન વિશેના નવા આવકવેરા કાયદામાં થનારા ફેરફારોની સમજ સાથે વેપાર અને વ્યવસાયની આવકનો મહત્વનો ખ્યાલ વિશે ચર્ચા થશે. આ સેમીનારમાં ભાગ લેવા માટેની વ્યકિતદીઠ ફિ રૂા. ૬૦૦ (+૧૮% જીએસટી) રાખેલ છે.
તા. ૮ રવિવારે અડધા દિવસના સેમીનારમાં જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ જયરાજ ધકાણ દ્વારા આવકવેરા કાયદા ર૦રપ હેઠળ મુક્તિ આવક અને કપાત તથા કંપનીઓ પર કરવેરાના ભારણ વિશેની વિસ્તૃત સમજણ આપતા તબક્કાવારના સેશન આપવામાં આવશે. જે દિવસે સેમીનારમાં ભાગ લેવા માટેની વ્યક્તિદીઠ ફિ રૂા. ૩૦૦ (+૧૮% જીએસટી) છે.
સેમીનારમાં લાભ લેવા માટેhttps://rajkot-icai.org/members/forthcoming-events લીંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવું. વધુ માહિતી માટે મો. નં. ૯૦૮૧૭૦ં૯૪૧૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશભાઇ ઝાલાવાડીયા, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, સેક્રેટરી મયુર શાહ, તેમજ આઇસીએઆઇના ચેરમેન સીએ મૌલીક બગડાઇ, વા. ચેરમેન સીએ ધવલ દોશી અને સેક્રેટરી સીએ જયેશ ધનેજા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










