તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
૨૪/૭ ઉતર સૌરાષ્ટ્રની જવાબદારી સંભાળતા રાજકોટ રેન્જ આઇજી
અશોક કુમાર યાદવ પરિવાર, સ્ટાફ સાથે મન મૂકીને ઉમંગના રંગે ભીંજાયા

રાજકોટઃ ધૂળેટીના તહેવારોનું સહુથી વધુ મહત્વ રાજસ્થાનમાં છે, રાજકોટમાં ઉતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવનું હેડ કવાટર રાજકોટ છે, પણ મૂળ રાજસ્થાનના વતની હોવાથી પરંપરા કેમ વિસરાય, ૨૪ /૭ જેમના પર ઉતર સૌરાષ્ટ્રના શહેર જિલ્લાની જવાબદારી જેઓ વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યરત રહી ખૂબ સારી રીતે નિભાવે છે, તેવા અશોક કુમાર યાદવ પોતાના શુભેચ્છકો, સ્ટાફ અને પરિવારની લાગણીથી ખાખી કલરને બદલે સ્નેહ અને ઉમંગના રંગો ચોતરફ ફેલાયા, સહુના હૈયા પુલકિત થયા, અશોક કુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં ઉતર સૌરાષ્ટ્રના દરેક નાગરિકોના હદયમાં ઉજાસ, ઉમંગ જાગે, ચહેરા પર હમેશ હાસ્યના કલર રહે તેવી શુભ કામના સાથે પોલીસ પ્રજાના મિત્ર તરીકે જે રીતે રહી છે તેવી હર હંમેશ રહેશે તેવી રાજકોટ રેન્જ વડા તરીકે ખાતરી આપી હતી. આ પારિવારિક પ્રસંગે શ્રીમતિ વીણાબેન અશોક કુમાર યાદવ, સુનીતાબેન, વસુંધરાબેન, રુચિબેન, અને આઇએએસ મહેકબેન વિગેરે ઉપસ્થિત રહી મનભરી રંગોનો તહેવાર માણ્યો હતો. (તસ્વીરોઃેઃ સંદીપ બગથરીય)
(3:37 PM IST)










