<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વકીલોની વેદનાને વાચા આપવા બાર કાઉ.ની ચુંટણી લડી રહયો છું: સી.એચ.પટેલને પ્રચંડ સમર્થન

રાજકોટઃ ગુજરાત બાર. કાઉન્‍સીલની ચુંટણીના ઉમેદવાર સી.એચ.પટેલ અને તેમના સમર્થક વકીલોએ આજે ‘અકિલા' પ્રેસની મુલાકાત લીધી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા અને પત્રકાર નયનભાઈ વ્‍યાસ સાથે ઉમેદવાર સી.એચ.પટેલ, અર્જુન એસ.પટેલ, કિશોર આર.સખિયા, દિલેશ જે.શાહ, પિયુષભાઈ શાહ, રાકેશભાઈ દોશી, રાજેન્‍દ્રસિંહ ઝાલા, સમીર પટેલ, જયકૃષ્‍ણ માકડીયા, ડી.ડી.મહેતા વિગેરે દર્શાય છે.

રાજકોટ, તા.૫: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં રાજકોટ માથી ઉમેદવારી નોંધાવનાર સુવિખ્‍યાત ધારાશાષાી સી.એચ. પટેલ (ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ) ને રાજકોટ અને સોરાષ્‍ટ્રમાં પ્રચાર દરમિયાન ઠેર ઠેર પ્રચંડ સમર્થન મળતા તેઓની જીત નિヘતિ બની છે. સી.એચ. પટેલએ આ ચૂંટણીમાં કોઈને હરાવા માટે નહીં, પરંતુ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં રાજકોટનું પ્રતિનિધિત્‍વ વધે તે માટે આ ચુટણી લડતા હોવાનું જણાવ્‍યૂ હતુ. ‘અકિલા' પ્રેસની મુલાકાત દરમ્‍યાન સી.એચ.પટેલે જણાવ્‍યું હતું.

વકીલાતના ક્ષેત્રમાં અનેક વકીલોના પ્રથમ ગુરુ તરીકે જાણીતા એડવોકેટ શ્રી સી.એચ. પટેલ (ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ) બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ક્રમ નંબર-૬૧ ઉપરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. છેલ્લા ૨૬ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા અને વકીલોની વેદનાને નજીકથી જાણતા સાથી તરીકે, તેઓ માત્ર પદ માટે નહીં પણ વકીલોની પ્રતિષ્ઠા વધારવાના મુખ્‍ય ધ્‍યેય સાથે મેદાને ઉતર્યા છે. એડવોકેટ શ્રી સી.એચ.પટેલ બહોળો સંગઠનલક્ષી અને વહીવટી અનુભવ ધરાવે છે. તેઓ રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશનમાં વર્ષ ૨૦૧૧ થી સ્‍થાપક સભ્‍ય તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્‍થામાં તેઓએ ૩ વર્ષ સુધી ઉપપ્રમુખ અને સતત ૫ વર્ષ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. હાલમાં પણ તેઓ માર્ગદર્શક સમિતિમાં કાર્યરત રહીને વકીલોના પ્રશ્‍નો અંગે ૧૦૮ બિરુદ મેળવી વકીલોના પ્રશ્‍નોનોની સફળ નિરાકરણ લાવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓએ રાજકોટ ભાજપ લીગલ સેલમાં ૩ વર્ષ સુધી સહ-સંયોજક તરીકે રહીને રાજકોટમાં વકીલોનું મજબૂત સંગઠન બનાવી સફળ પ્રતિનિધિત્‍વ કર્યું છે. વકીલાતને પોતાનો ધર્મ સમજનાર શ્રી સી.એચ. પટેલ રેવન્‍યુ ક્ષેત્રના નિષ્‍ણાત છે. રેવન્‍યુ પ્રેક્‍ટિસમાં સબ-રજીસ્‍ટ્રાર કચેરીમાં કનેકટીવીટીનો પ્રશ્‍નોનો હોય કે દસ્‍તાવેજને લગતી અન્‍ય મુશ્‍કેલીઓ માટે શહેર, જિલ્લા તેમજ રાજ્‍ય કક્ષાએ નીડર રજૂઆતો કરવા માટે તેઓ જાણીતા છે. સૌરાષ્‍ટ્રના અસંખ્‍ય વકીલોની કારકિર્દીની શરૂઆત તેમની ઓફિસથી થઈ હોવાથી તેઓ અનેક વકીલ મિત્રોના માર્ગદર્શક તરીકે ફરજ બજાવી રહયા છે. જટિલ પ્રશ્‍નોનું તાત્‍કાલિક સ્‍થળ ઉપર જ નિરાકરણ લાવવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ વકીલોમાં ૧૦૮ ના બિરુદથી લોકપ્રિય છે.

 બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુટણીના પ્રચાર અર્થે સી.એચ.પટેલને સોરાષ્‍ટ્રના મોરબી, ટંકારા, વાંકાનેર, સોમનાથ-વેરાવળ, કોડીનાર, તાલાલા, કલ્‍યાણપુર, લાલપુર, ખંભાળિયા, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભાણવડ, ઓખા, દેવભૂમી દ્વારકા, કેશોદ, માળીયા હાટીના, માંગરોળ, વંથલી, જામનગર, અમરેલી, રાજુલા, બાબરા, સાવરકુંડલા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જુનાગઢ અને ઉનામાં વકીલોનું જબરુ સમર્થન મળ્‍યું હતુ. રાજકોટ શહેરમાં તમામ સિનિયર અને જુનિયર એડ્‍વોકેટોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. રાજકોટ રેવેન્‍યૂ બાર એસો. રેવેન્‍યૂ પ્રેકટિશનર એસો., એમ.એ.સી.પી. બાર, લેબર બાર, ક્રિમિનલ બાર તથા રાજકોટ ડિસ્‍ટ્રીક નોટરી એસો. ના સભ્‍યએ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં પરિવર્તન કોલ આપી સી.એચ. પટેલને ટેકો જાહેર કર્યો છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં ઉમેદવાર સી.એચ. પટેલે જણાવ્‍યૂ હતુ કે હું આ ચુટણીમાં કોઈને હરાવા માટે ચુટણી લડતો નથી પરંતુ ગુજરાત બાર કાઉન્‍સિલમાં રાજકોટનું પ્રતિ નિધિત્‍વ વધે તે માટે યુટણી લડી રહિયો છુ. ભૂતકાળમાં રાજકોટમાંથી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં ત્રણ સભ્‍ય હતા. અને ક્રમશ આ પ્રતિનિધિત્‍વ ઘટતા રાજકોટનું પ્રતિનિધિત્‍વ વધે તે માટે આ ચુટણી લડી રહયો છું મારી આ લડતમાં રાજકોટના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટો સાથ સહકાર આપી રહીયા છે. પ્રચાર દરમિયાન મોટાભાગના વકીલોએ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં યુવા વર્ગનું પ્રતિનિધિત્‍વ વધે તે માટે કોલ અપ્‍યો હતો.

પ્રથમવાર બાર કાઉન્‍સિલની ચૂંટણી લડી રહેલા શ્રી સી.એચ. પટેલે વકીલોના હિતમાં શ્રેષ્ઠ પોલિસીઓ અમલમાં લાવવાનો અને પાયારૂપ ખામીઓને દૂર કરવાનો મક્કમ સંકલ્‍પ લીધો છે. સૌરાષ્‍ટ્રભરના વકીલોએ આ વખતે તેમને પ્રથમ પસંદગીનો મત આપી વિજયી બનાવવાનું મન બનાવી લીધું છે, ત્‍યારે શ્રી સી.એચ. પટેલનો આ સેવાકીય સંકલ્‍પ સાચો પડવા જઈ રહ્યો છે.

સી.એચ.પટેલને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્‍ય હિતેશભાઈ દવે, કિશોરભાઈ સખીયા, શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, સહ-સંયોજક કમલેશભાઈ ડોડિયા તથા લીગલ સેલના તમામ હોદ્દેદારો તેમજ કારોબારી સભ્‍યો, સિનિયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ, અર્જુનભાઈ પટેલ, એન. જે. પટેલ, જી. એલ. રામાણી, જયક્રુષ્‍ણ માકડિયા, રક્ષિત કલોલા, પ્રશાંત પટેલ, જગદીશ પડિયા, હિમાશું પારેખા, ડી.બી. બગડા, નુર્પેન ભાવસાર, ડિસ્‍ટ્રીક નોટરી એસો. ના ડી.ડી. મહેતા, રાજભા ઝાલા, શેલેષ ભટ્ટ, ઓમદેવસિંહ જાડેજા, ભૂપેન્‍દ્રસિંહ જાડેજા, પ્રાણવ પટેલ, સમીર પટેલ, વિજય ભટ્ટ, વિમલ ભટ્ટ, અશ્વિન ગોસાઇ, અનિલ જસાણિ, આનંદ જોષી, અનિલ ગોગિયા, અશોક ત્રાંબડિયાં, જયભારત ધામેચા, મુકેશ ત્રાંબડીયા, અમિત ગડારા, નિલય ડેડાણીયા, કેતન ડેડકીયા, અતુલ પટેલ, વિજય ડઢાણીયા, જગદીશ સોરઠિયા, જિગ્નેશ ડોડીયા, હિતેશ જોષી, હરેશ સોરઠિયા, હેમાનસ સિસાંગીયા, ધનરાજ સાવલિયા, આશિષ ડોબરિયા, ભાવિક આંબલીયા, આનંદ પરમાર, શ્‍યામ પરમાર, કશ્‍યપ અદારોજા, રમેશ આદરોજા, નંદકિશોર પાનોલા, બીનીતા ખાટ, પુનમ અગોલા, સોના કાથરોટિયા, મિતલ કલારિયા, રશ્‍મિ સાપરિયા, બિનલ હાસલીયા સહિતના વિજયી બનાવવા હાકલ કરેલ છે. સી.એચ.પટેલને રાજકોટ શહેર તથા જિલ્લાના અલગ-અલગ બાર એસોસિએશને ખુલ્લો ટેકો જાહેર કરતા, તેમજ સૌરાષ્‍ટ્રના સંખ્‍યા બંધ વકીલો અને તમામ જ્ઞાતિના વકીલોનું બહોળું સમર્થન મળતા તેઓનો વિજય નિヘતિ બન્‍યો છે.

 બાર.કાઉ.ના ઉમેદવાર સી.એચ.પટેલના સાંજના કાર્યક્રમમાં ભારત-ઈગ્‍લેન્‍ડ મેચનું પ્રસારણ

ગુજરાત બાર.કાઉન્‍સીલના ચુંટણીના આજે સાંજે સી.એચ.પટેલ તરફી યોજાનાર કાયક્રમમાં ભારત અને ઈગ્‍લેન્‍ડના સેમી ફાયનલ મેચનું આજે જીવંત પ્રસારણ લાઈવ બતાવવામાં આવશે તેવું જણાવાયું છે.

(4:07 PM IST)