તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
ગુજરાત બાર કાઉન્સીલની આવતીકાલે યોજાનાર ચુંટણીસંદર્ભે રાજકોટ બારના પોલીંગ ઓફિસરોએ નિયમો જારી કર્યા
વિડીયોગ્રાફીની મનાઇ ફરમાવાઇઃ બાર એસો. સહિતના રૂમમાં મતદાનની પ્રક્રિયા યોજાશે

રાજકોટ તા. પઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની આગામી ચુંટણી તારીખ- ૬/૩/૨૦૨૬ શુક્રવાર રોજ યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૬-૦૦ કલાક સુધીનો છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દવારા નીયત થયેલ અને પ્રસીધ્ધ થયેલ મતદાર યાદી મુજબ જે મતદારોના નામ મતદાર યાદીમાં હશે તેને જ મતદાન કરવા દેવામા આવશે. મતદાન સમયે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની સુચના મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દવારા આપવામાં આવેલ આઈડેન્ટી કાર્ડ સાથે રાખવાનુ રહેશે અને પોલીંગ ઓફીસર ને બતાવવાનું રહેશે. ત્યાર બાદ જ મત પત્રક મેળવવા હકકદાર રહેશે.
ચુંટણીની કાર્યવાહીમા સુચારૂ સંચાલનના ભાગરૂપે અને વ્યવસ્થા કરવા વાસ્તે તારીખ-૦૫/૦૩/૨૦૨૬ તથા તારીખ-૦૬/૦૩/૨૦૨૬ ના રોજ રાજકોટ બાર એશોસીએશન નો મુખ્ય બાર રૂમ,સીનીયર બાર રૂમ, લેડીઝ બાર રૂમ, વેલફેર ફંડ ની ઓફીસ વાળો રૂમ તથા લાયબ્રેરી નો રૂમ ઈલેકશન કમીટીને સોંપી આપવાનો રહેશે જેથી આ બે દિવસ દરમ્યાન આ પાંચેય રૂમ ઈલેકશન ને લગતી કાર્યવાહી માટે ઈલેકશન કમીટીના કબજા અને નીયંત્રણમા રહેશે.
મતદાન સમયે મોબાઈલ નો ઉપયોગ કરવા તથા વીડીયો ગ્રાફી કરવાની સખત મનાઈ છે. મતદારોએ મતદાનની કાર્યવાહીમા સુચના મુજબ સાથ સહકાર આપવાનો રહેશે.
કોઈપણ ઉમેદવારો કે તેના પ્રતીનીધીઓ-ટેકેદારો મતદાન મથક ની અંદર પ્રચાર કરી શકશે નહી તેમજ મતદાન મથક એટલે કે કોર્ટ બીલ્ડીગ મા ગ્રાઉન્ડ ફ્લોર કે પ્રથમ માળે પોતાના કોઈ પેમ્પલેટ,ચોપાનીયા, બેનર, દિવાલ ઉપર કે અન્ય કોઈ જગ્યાએ ચોડી શકશે નહી તથા કોઈપણ ઉમેદવાર કે તેના સમર્થકો પ્રથમ માળથી પાંચમા માળ સુધી કોઈપણ પ્રકારની ચુંટણી અંગેનો પ્રચાર કરી શકશે નહી.
કોઈપણ મતદાર પાસેથી મતદાન સમયે કોઈપણ પ્રકારે ચુંટણી અંગેનું સાહીત્ય ના મોબાઈલમા ફોટા તથા વીડીયો ગ્રાફી કરતા / જોતા પકડાશે તો તેનુ બેલેટ/મત પત્રક તાત્કાલીક અસરથી જપ્ત કરવામા આવશે તથા તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામા આવશે.
મતદાન કર્યા પછી દરેક મતદારોએ વ્યવસ્થામાં સાથે સહકાર આપવાનો રહેશે અને તેના ભાગરૂપે ચુંટણી પ્રિમાઈસીસ માથી તુરંત જ બહાર નીકળી જવાનુ રહેશે. તેમ બાર કાઉન્સીલની ચુંટણીના પોલીંગ ઓફીસર (અતુલ વાય.દવે), (કેતન ડી. શાહ) સહાયક પોલીંગ ઓફીસર (જયેશભાઇ એન. અતીત) સહાયક પોલીંગ ઓફીસર (ગીરીરાજસિંહ જાડેજા) સહાયક પોલીંગ ઓફીસર (જાગળતીબેન એસ.વીઠલાણી) સહાયક પોલીંગ ઓફીસર રાજકોટ બાર એશોસીએશનની યાદીમાં જણાવાયું છે.
(3:11 PM IST)










