<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વેસ્‍ટ ઝોનના વિવિધ વિસ્‍તારોના રસ્‍તાના કામમાં કરોડોના કડદાની શંકા : નેહલ શુકલ લાલઘુમ

આયોજન નથી-ડીઝાઇન નથી તો બે વર્ષનો કોન્‍ટ્રાકટ શું કામ ? ૧ વર્ષનો કોન્‍ટ્રાકટ કરાયોઃ વોર્ડ નં. ૭ ના કોર્પોરેટરની તડાફડી

રાજકોટ, તા., પઃ મનપાની આજે મળેલી વર્તમાન બોડીની અંતિમ સ્‍ટેન્‍ડીંગમાં વેસ્‍ટ ઝોનમાં અપાયેલ રોડ-રસ્‍તાના બે વર્ષના કોન્‍ટ્રાકટ મુદે ભાજપના જ કોર્પોરેટર વિરોધ કરતા સોંપો પડી ગયો હતો.

આ અંગેની વિગત મુજબ શાસકો પાસે વેસ્‍ટ ઝોનના વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧ તથા ૧રમાં ડીઝાઇન રોડ તથા કાર્પેટ-રિકાર્પેટ અંગે બે વર્ષની રૂા. ૧૬૧.૦ર કરોડની દરખાસ્‍ત આવી હતી. જે અંગે વોર્ડ ન઼. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલએ વાંધો ઉઠાવ્‍યો હતો.

નેહલ શુકલએ જણાવેલ કે કોઇ આયોજન નથી. કયા રોડ-રસ્‍તા બનાવવા છે તે નકકી નથી. ડીઝાઇન પણ નથી. ત્‍યારે બે વર્ષનો કોન્‍ટ્રાકટ આપવો ન જોઇએ. ઉપરાંત ૧૬૧ કરોડના બે વર્ષના કોન્‍ટ્રાકટને બદલે ૧ વર્ષ માટે ૮૧ કરોડનો કોન્‍ટ્રાકટ આપવો જોઇએ. શાસકોને નેહલ શુકલએ તડાફડી બોલાવતા તેમની વાત માન્‍ય રાખી કોન્‍ટ્રાકટને ૧ વર્ષનો કરવા મંજુરી આપવી પડી હતી.

શહેરમાં વિકાસનો વ્‍યાપ વધાવરા ગુરૂવારની સ્‍ટેન્‍ડીંગમાં વિવિધ દરખાસ્‍તો આવી છે. જેમાં વોર્ડમાં ડીઝાઇન રોડ, કાર્પેટ, રિકાર્પેટ, ડી.પી. રોડ ડેવલપ કરવાના કામનો મંજુરી અર્થે સ્‍ટેન્‍ડીંગ મુકવામાં આવી હતી. જો કે નેહલ શુકલએ કોન્‍ટ્રાકટ સમય અંગે વાંધો લેતા શાસકોએ તેને ૧ વર્ષનો કરવો પડયો હતો.

વેસ્‍ટ ઝોનમાં કામની યાદી જોઇએ તો મહાનગરપાલિકા - વેસ્‍ટ ઝોન હેઠળનાં વોર્ડ નં-૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં વિસ્‍તારોનાં ડીઝાઇન રોડ તથા કાર્પેટ/રી-કાર્પેટનાંવિકાસ કામો માટે કેન્‍દ્ર સરકારશ્રીની ગ્રાંટ, રાજય સરકારશ્રીની ગ્રાંટ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની બજેટ જોગવાઇ અનુસારનાં કામો સમયસર પૂર્ણ થઇ શકે, તે માટે બે વર્ષ માટે એન્‍યુઅલ રેઇટ કોન્‍ટ્રાકટ મુજબનું ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવા નકકી કરવામાં આવેલ.

આ કામે બે વર્ષ માટે કુલ રૂા. ૧,૨૭,૧૪,૦૮,૧૫૩/-તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૧,૫૦,૨૭,૦૦,૦૦૦/- મુજબનું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે બે વર્ષમાં અંદાજે ૩,૭૦,૧૩૮ ચોરસ મીટરનાં ડીઝાઇન રોડ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉકત કામેએક વર્ષ માટે રૂા.૭૫,૧૩,૫૦,૦૦૦/- રકમ માટે આઇટમ રેઇટ મુજબ ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ.

 મહાનગરપાલિકાના વોર્ડ નં.-૯માં ટી.પી.સ્‍કીમ નં.-૧૮ (મુંજકા), કોસ્‍મોપ્‍લેક્ષ પાસેથી ૧૫૦ ફુટ રીંગ રોડને જોડતા ૧૮.૦૦ મી. રોડ ડેવલપ કરવાનાં કામે કુલ રૂા.૨,૮૬,૦૨,૫૪૬/- તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૩,૪૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખ પુન નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૮૯૧૦.૦૦ ચોરસ મીટરમાંરસ્‍તાને ડેવલપ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૨,૮૬,૦૨,૫૪૬/- ની રકમ માટે ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ.જેમાં બે એજન્‍સીહઓએ રસ દાખવ્‍યો હતો એ-૧ એજન્‍સીએ ૬.૩૯ ટકા ઓછા ભાવ આપ્‍યા હતા.

 મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૧માં રૈયા ગામ થી સ્‍માર્ટ સીટી સુધીનો ડી.પી. રોડ ડેવલપ કરવાનાં કામે કુલ રૂા.૧૫, ૨૯,૩૧,૮૯૧/-  તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૧૮,૦૪,૬૦,૦૦૦/- નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૧૨૦૦.૦૦ રનીંગ મીટરમાં રસ્‍તાને ડેવલપ કરવાનું, ૨૪૦૦.૦૦ રનીંગ મીટરમાં અલગ-અલગ ડાયા.ની ડી.આઇ. પાઇપ, ૭૨૦૦.૦૦ રનીંગ મીટર એન.પી-૩ આર.સી.સી. અલગ-અલગ ડાયા.ની પાઇપ લાઇન, ૫૦૦.૦૦ રનીંગ મીટર અલગ-અલગ ડાયા.ની સ્‍ટોનવેર પાઈપ લાઈન નાંખવાનું, ૧૨૦૦.૦૦ રનીંગ મીટર સી.સી. ફલાવરબેડ ટાઇપ સેન્‍ટ્રલ ડીવાઇડર, ૨૧૩૦૦.૦૦ ચોરસ મીટર રબ્‍બરમોલ્‍ડેડ પેવીંગ બ્‍લોકથી સાઇડ સોલ્‍ડર તેમજ ફુટપાથ બનાવવાનું કામ અને સેન્‍ટ્રલ સ્‍ટ્રીટ લાઇટનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧૫,૨૯,૩૧,૮૯૧/- ની રકમ માટે ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ. આ કામ માટે ૩ એજન્‍સીઓએ ભાવ આપેલ જેમાં એલ-૧ એજન્‍સીના ભાવ સોૈથી ઓછા આવ્‍યા હતા.

(2:50 PM IST)