તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
જુનાગઢના વૃધ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરી લેનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાંચે પકડીઃ ૪.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે
જાન્યુઆરીમાં વૃધ્ધા રાજકોટ લગ્નપ્રસંગમા આવ્યા ત્યારે પીડીએમ કોલેજ પાસે બનાવ બન્યો હતો : લોહાનગર-ખેડાના ત્રણ શખ્સો કુલદી, રાજેશ અને અશ્વીન ઝડપાયાઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ટીમની કામગીરીઃ કૃષ્ણદેવસિંહ, હરસુખભાઇ, કિશનભાઇ, મોહિલરાજસિંહની બાતમી

રાજકોટતા. ૫: જુનાગઢ રહેતાં ૬૫ વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની ૧૮મી તારીને રાજકોટ ભાઇની દિકરીના લગ્નમાં આવ્યા ત્યારબાદ ૨૦મીએ પરત જવા રેપીડો એપ મારફ રિક્ષા બૂક કરાવી જીલ્લા ગાર્ડનથી પીડીએમ ચોક જવા નીકળ્યા ત્યારે રિક્ષાવાળાએ પીડીએમ ચોકને બદલે અટીકા ચોક ખાતે ઉતારી દેતાં ત્યાંથી તે બીજી રિક્ષામાં બેસતાં અગાઉથી જ પાછળની સીટમાં બાળક સાથે બેઠેલા પુરૂષ,સ્ત્રીએ ધક્કામુક્કી કરી ગળામાંથી પેન્ડન્ટ સાથેનો ચેઇન કાપી લઇ હાથમાંથી પાટલો સેરવી લીધો હતો. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લોહીનગરના બે અને ખેડાના એક મળી ત્રણ શખ્સને પકડી લીધા છે. આ રિક્ષાગેંગ પાસેથી દાગીના, રિક્ષા મળી રૂા. ૪,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે થયો છે.
શહેરમાં બનતા ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, રિક્ષામાં બેસાડી દાગીના ચોરી લેવા સહિતના વણઉકેલાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓ તેમજ મુદ્દામાલ કબ્જે કરવા મળેલી સુચના ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી હેડકોન્સ. કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, મોહીલરાજસિંહ ગોહિલ તથા કોન્સ. મહાવીરસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે તેમજ ચોક્કસ હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સોર્સીસની મદદથી ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં કુલદિપ કિરીટભાઇ પરમાર (રહે. લોહાનગર, રાજકોટ), રાજેશ દયારામભાઇ પરમાર (રહે. હાલ લોહાનગર, મુળ પાલીતાણા) અને અશ્વિન દિલીપભાઇ મીઠાપરા (રહે. મહેમદબાદ, જિ. ખેડા) નો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી પોલીસે ૨.૨૦ લાખની કિંમતની સોનાની વર્ટિકલ માળા-ચેઈન, ૧.૪૩ લાખની કિંમતનો સોનાનો ખોલવારો પાટલો, ૪૪ હજારનું સોનાનું કલકત્તી પેન્ડલ, મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ જીજે-૦૧-ડબ્લ્યુએ-૮૧૮૯ નંબરની ઓટો રિક્ષા મળી કુલ ૪,૮૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ત્રણ શખ્સો પકડાતાં માલવીયાનગર પોલીસમાં દાખલ થયેલો ગુનો ડિટેક્ટ થયો છે. આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ઉપરાંત પીએસઆઈ એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમા તથા એએસઆઇ હિતેન્દ્રસિંહ પી.ઝાલા, યશવંતભાઇ ડી. ભગત તેમજ હેડકોન્સ. કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, જયદેવસિંહ પરમાર, મોહિલરાજસિંહ ગોહિલ, કરણભાઇ કોઠીવાળ, અર્જુનભાઇ ડવ તથા કોન્સ. મહાવીરસિંહ જાડેજા, ગોપાલભાઈ પાટીલ, અરવિંદભાઇ ફતેપરા અને સંજયભાઇ અલગોતરે કરી હતી.
(2:27 PM IST)










