તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
માવતરેથી બે લાખ લીધા વગર આવતી નહિ, જો આવીશ તો વારો કાઢી નાંખશું!
રાજકોટની વંદનાબેન જીવનાણીને અમદાવાદમાં પતિ, જેઠ, જેઠાણીનો ત્રાસઃ હાલ જંકશન પ્લોટમાં માવતરે રહેતી પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : પતિ આડાસંબંધ હોઇ બધા પૈસા ત્યાં વાપરી નાંખતોઃ જેઠાણી ટાપલીઓ મારી નોકરાણીની જેમ કામ કરાવતાં: જેઠ કહેતો આની બુધ્ધી ઘુંટણે છે, આને કોઇ વાત કરવી નહિ

રાજકોટ તા. ૫: રાજકોટ માવતર ધરાવતી પરિણીતાને અમદાવાદમાં પતિ, જેઠ, જેઠાણીએ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. હાલ જંક્શન પ્લોટ વિસ્તારમાં શેરી નં. ૧૦માં માવતરે રહેતી વંદનાબેન રાકેશભાઇ જીવનાણી (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી અમદાવાદ નાના ચિલોડા ૩૯-રિધ્ધી સિધ્ધી હોમ્સ નંદીગ્રામ સોસાયટી ખાતે રહેતાં પતિ રાકેશ કિશોરભાઇ જીવનાણી, જેઠ હિતેશ કિશોરભાઇ જીવનાણી અને જેઠાણી નયનાબેન હિતેષ જીવનાણી વિરૂધ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
વંદનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે શરૂઆતમા દોઢ વર્ષ મારું લગ્નજીવન સારુ ચાલ્યું હતું. બાદ પતિ-પત્નિ વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડાઓ થવા લાગેલા. અને મારા પતિ મને કહેતા કે તું સાવ બુધ્ધિ વગરની છો. નાની નાની વાતમા મારા પતિ અને મારા જેઠ જેઠાણી મને ન સંભળાય એવા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કરી દિધેલ, અને મારા જેઠ જેઠાણી મારા પતિને મારા વિરૂધ્ધ ચઢામણી કરતા.જેથી અમારા બન્ને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતો. અને મારા પતિ મને કહેતા કે તું મને કાંઇ કમાઈને નથી દેતી અને મને આર્થિક સપોર્ટ નથી કરતી. આમ કહિ મારો પતિ મારા પર ખુબજ ગુસ્સો કરતો અને મને જેમફાવે તેમ બોલતા અને જ્યારે મારા પતિને ગુસ્સો આવે ત્યારે મારા પર હાથ ઉપાડી લેતો હતો.મને વાપરવા માટેના મને પૈસા આપતા નહિ અને મારી દિકરીને પણ કંઇ લઇ દેતા નહિ .મારી દિકરીને પ્રેમ આપતા નહિ, મારી દિકરીની ફી પણ મારા મમ્મી પપ્પા મોકલાવતા હતા. મારા જેઠ પણ મારા પતિનો સાથ આપતા અને અમારા ઘરે કામવાળા બેન આવતા તે પણ મારા જેઠ જેઠાણી બંધ કરાવી નાખેલ અને મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવતા હતા. મને મારા માવતરે ફોન કરવા દેતા નહિ. જેઠ ઘરનો બધો વહીવટ કરતા હોવાથી મારા પતિ અને મારા જેઠ મારી જાણ બહાર મારું પિયરનુ સોનુ ગીરવે મુકી દીધુ હતું. તેમજ મારી જાણ બહાર મારા નામ પર ઇન્સન્ટ લોન લઇ લીધી હતી. મારા પતિને અન્યસ્ત્રી સાથે આંડાસંબંધ હોઇ જેથી તેની પાછળ બધા પૈસા વાપરતો.
મારા દાગીના ગીરવે મુકેલ જે બાબતે મને ખબર પડતા મારા દાગીના છોડાવવા માટે મેં મારા પતિ અને મારા જેઠને સમય આપેલ અને મારા સાસરીયા પક્ષ વાળા મારું સોનું છોડાવી આપે અને મારા પર લિધેલ ઇસ્ટંટ લોન ક્લોઝ કરી આપે છતા હજુ સુધી કંઈ પણ કરેલ નથી. અમોએ અમારા સમાજ અને વડીલો રાહે સમાધાનના પ્રયાસ કરેલા ત્યાં પણ મારા સાસરીવાળાએ સમાધાન કરેલ નહી અને બધી જગ્યાએ ફરતું ફરતું બોલતા. પતિ અને મારા જેઠ મને ઘમકાવતા અને અવાર નવાર મારા પિયરેથી પૈસા મંગાવતા અને કહેતા કે ઘંઘો ઓછો ચાલે છે તો તમારો ખર્ચો કોણ ઉપાડશે? પરંતુ મારી જેઠાણીને બધુ લઇ આપતા. મારા પતિની સારી એવી કમાણી હોવા છતા મને પૈસા આપતા નથી અને મને માવતરેથી પૈસા મંગાવવા કહેતાં હતાં. તેમજ હું માવતરે જાઉ તયારે મને માવતેરથી બે લાખ રૂપિયા લઇને આવજે તેમ કહેતાં હું ના પાડુ તો કહેતાં કે તો તું ઘરે ન આવતી, તારો આ ઘરમાં આવવાનો અધિકાર નથી, તું આવીશ તો તારી વારો કાઢી નાંખીશ.
મારા જેઠાણી મને ટાપલી મારી લેતા અને મને અપશબ્દો બોલી મારી સાથે ઝઘડો કરતા.મારા જેઠ મારા પતિને મારા વિરૂધ્ધ ચઢામણી કરતા અને કહેતા કે મહિલાની બુધ્ધી પગના ઘુંટણમાં જ હોય ને અને તેને લાંબી બુધ્ધી ના હોઇ જેથી વંદનાને કોઇ વાતના કરાય. એમ કહી બધા વચ્ચે મને અપમાનીત કરી મને બધા ભેગા મળી હેરાન પરેશાન કરી મને મહેણા ટોણા મારી શારિરીક માનસિક ત્રાસ આપતા જેથી હવે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં જણાવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં ં એએસઆઇ ક્રિષ્નાબેન બી. રાઠોડે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:20 PM IST)










