તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
તુ મને ઉડાડ, હું તને ઉડાડુ.. ચાલો પ્રેમ અને એૈકયના રંગે રંગાઇએ : રાજકોટે ધુળેટીનો મનભરીને આનંદ લુંટયો

રાજકોટ : મંગળવારે હોળી મનાવ્યા બાદ બુધવારે લોકોએ રંગના પર્વ ધુળેટીનો મનભરીને આનંદ લુંટયો હતો. પરસ્પર રંગ ઉડાડી પ્રેમ અને લાગણીને વહેતા કર્યા હતા. રાજકોટ આખુ રંગે રમવા ગાંડુતુર થયુ હતુ. માર્ગો પર લાલ, પીળા, ગુલાબી રંગોથી લથબથ બની ગયા હતા. કોઇએ ગાલે અને કપાળે કલરના ટપકા કરી તીલક હોળી મનાવી તો કોઇએ કલરના થથેડા અને પાણીની ઝાલકો ઉડાડી રંગોત્સવ મનાવ્યો હતો. રંગ ઉડાડવાનું તો માત્ર બહાનું હોય છે. આ રીતે પરસ્પર પ્રેમ અને ઐકયતાનો રસ વહેતો થતો હોય છે. રાજકોટના માર્ગો રંગોથી લથપથ બની ગયા હતા. જો કે કોઇ રંગ ઉડાડવાના બહાને આછકલાઇ ન કરે તેનું ધ્યાન રાખવા પોલીસ પણ માર્ગો ઉપર ઉતરી આવી હતી અને કડક બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં મોઢા પણ ન વર્તી શકાય તે રીતે રંગાઇ ગયેલા અને બીજાને રંગવા નીકળેલા રંગપ્રેમીઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:04 PM IST)










