<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ કન્વીનર તરીકે કુલદીપસિંહ જાડેજાની વરણી

યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા કુલદીપસિંહ જાડેજાને પ્રમોશન સાથે નિમણુંક

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલના યુવા અને ઉત્સાહી કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) ની રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના સહ કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે. યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા કુલદીપસિંહ જાડેજાને પ્રમોશન સાથે રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના સહ કન્વીનર તરીકેની ખૂબ જ અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. 

  આ તકે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ, રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા કન્વીનર રાજુભાઈ ગોંડલિયા સહિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે બહોળો મિત્રવર્ગ, લોક ચાહના ધરાવના કુલદીપસિંહ જાડેજાને તેમના (મો. ૮૫૧૧૮૬૦૬૫૮)  પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(6:23 PM IST)