<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભગવતીપરામાં બે જૂથ વચ્‍ચે હોલીકા દહન વખતે બખેડોઃ પોલીસે મામલો થાળે પાડયો

હોળી પ્રગટાવાઇ હોઇ બાઇક બીજા રસ્‍તેથી હંકારવાનું કહેવાતાં માથાકુટઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, પીઆઇ રાણે સહિત પહોંચ્‍યાઃ બંદોબસ્‍ત ગોઠવ્‍યો

શહેરના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન જ બે કોમના જુથ સામસામે આવી જતા સ્‍થિતિ તંગ બની હતી. બનાવને લઇ ડીસીપી ક્રાઇમ સહિતના કાફલાએ પહોંચી પરિસ્‍થિતિ થાળે પાડી હતી. હોળી પ્રગટાવવામાં આવી હતી ત્‍યાંથી મુસ્‍લિમ શખ્‍સ બાઇક લઇને નીકળતા તેને ટપારતા મામલો બીચકયો હતો. તકેદારીના ભાગ રૂપે પોલીસે ત્રણ શખ્‍સોની પુછતાછ માટે અટકાયત કરી બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. રાતે હોલિકા દહન સમયે જ ભગવતીપરામાં  શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. હોળી પ્રગટાવતી વેળાએ ત્‍યાથી બાઈક લઈને અમુક શખ્‍સો નીકળ્‍યા હતા. વિસ્‍તારમાં લોકોની ભીડ વધુ હોવાના કારણે આ બાઇક ચાલકોને બીજા રસ્‍તેથી જવાનું કહેવામાં આવતાં  બોલાચાલી બાદ બે કોમના લોકો સામ સામે આવી જતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, બી -ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, ક્રાઇમ બ્રાન્‍ચ, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓએ પહોંચી મામલો થાળે પાડયો હતો અને બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો.

(3:24 PM IST)