તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
સામાકાંઠે રપ.પ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનશે
ગુરૂવારે છેલ્લી સ્ટેન્ડીંગ બેઠક : અધધધ.... ૧૧પ દરખાસ્ત : પ૦ ફૂટ ડી-માર્ટ રોડ પર ૪૬૮૬ ચો.મી.ના પ્લોટમાં આધુનિક બનાવવા તજવીજ : આજી નદી પર ભગવતીપરા-પ પાસે બેઠું નાળુ બનાવવા શાળા નં. ૬૯ ના મેદાનમાં બાસ્કેટ બોલ કોર્ટ બનાવાશે : શેઠ હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં વોકીંગ ટ્રેક બનાવવા, કનક રોડ પર ફાયર સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનાવવા, જયુબેલી શાકમાર્કેટનું નવીનીકરણ અને લક્ષ્મીનગર વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવા સહિતના વિકાસ કામોની દરખાસ્તો અંગે થશે નિર્ણય

રાજકોટ, તા. ૦૩ : મનપાની વર્તમાન બોડીની મુદત આગામી ૧૧ માી માર્ચે પૂર્ણ થઇ રહી છે તયારે ગુરૂવારે તા. પ માર્ચના મળનાર છેલ્લી સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં સામાકાંઠે વોર્ડમાં ૪ માં કુવાડવા રોડ પર રપ.પ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા, અંબાજી કડવા પ્લોટમાં આવેલ શાળા નં.૬૯માં મેદાનમાં બાસ્કેટ બોલ કોર્ટ બનાવવા, જયુબેલી શાકમાર્કેટનું નવીનીકરણ તથા લક્ષ્મીનગર વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવા સહિતના વિકાસ કામોની ૧૧પ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે.
આ ટર્મની અંતિમ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી બેઠક પ માર્ચના ગુરૂવારે બપોરે ૧ર કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં વિવિધ ૧૧પ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે. જેની ટુંકી વિગત આ મુજબ છે.
કુવાડવા રોડ પર
સ્પોર્ટસ કોમ્પલેક્સ
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.૪માં ટી.પી. સ્કીમ નં.૧૨માં ૫૦ ફૂટ ડી-માર્ટ રોડ પર આવેલ એફ.પી.-૮૫ પ્લોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષડેવલપ કરવાના કામે કુલ જી.એસ.ટી. સહીત કુલ રૂૂા.૩૦,૫૬,૦૦,૦૦૦.૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ અને આ કામે કુલ રૂૂા.૨૫,૫૪.૫૦,૫૯૮.૦૦ (જી.એસ.ટી. સિવાય)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે. આ કામે ૪૬૮૬ ચો.મીનાં પ્લોટમાં આશરે ૯૫૦૦ ચો.મી.નાં બિલ્ટ-અપ એરીયામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બેઝમેન્ટ ખાતે ૪૦ ફોર વ્હીલર ર્પાકિંગ, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ૧૮ ફોર વ્હીલર તેમજ ૧૦૦ ટુ વ્હીલર માટેનું ર્પાકિંગ ત્યારબાદ કોમન એડમીન ઓફીસ, વેઈટીંગ એરિયા, જીમ હોલ, બોર્ડ ગેમ્સ હોલ, યોગા હોલ, લેડીસ-જેન્ટસ ટોઇલેટ બ્લોક. ફર્સ્ટ ફ્લોર ખાતે કોમ્બેટ ગેમ્સ જેવી કે જુડો, બોક્સિંગ રીંગ, રેસલીંગ રીંગ, ટેકવુન્ડો રીંગ માટે હોલ તેમજ ૧૦ મી.શુટિંગ રેન્જ માટે ૨૩ પોઈન્ટ્સ ની સુવિધા અને જોવા માટેની ગેલેરી સાથેનો હોલ. સેક્ધડ ફ્લોર પર સ્ક્વોશ રમત માટે ૦૨ કોર્ટની સુવિધાનાં બે અલગ અલગ હોલ, ટેબલ ટેનીસ માટે ૦૭ ટેબલની સુવિધા સહીતનો એક હોલ. થર્ડ ફ્લોર પર બેડમિન્ટન રમત માટે ૦૫ કોર્ટની સુવિધા સહિતનો એક હોલ કરવાના કામનો સમાવેશ થાય છે.
મોટામવામાં એનીમલ હોસ્પિટલ
વોર્ડ નં.૧૧માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે રૂા.૧.૭૭ કરોડ ફાળવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૧૧માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પીટલ બનાવવાનાં કામે કુલ રૂા.૧,૫૦,૩૭,૦૯૮તથા પ્રવર્તમાન ૧૮ ટકા જી.એસ.ટી. સહિત આ કામે રૂા.૧,૭૭,૪૪,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે ૨૬૨ ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ ફલોર પર લેબોરેટરી, ડોકટર રૂમ, ઓપરેશન રૂમ, મેડીસીન રૂમ, તેમજ એનીમલ ટ્રીટમેન્ટ રૂમ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧,૫૦,૩૭,૦૯૮ રકમનો ખર્ચ કરવામાં આવશે.
સ્વર્ણિમ અંતર્ગત વધુ ૨૫૬.૪૪ કરોડની ગ્રાન્ટ મંગાઇ
મનપા દ્વારા ચાલુ પ્રોજેકટ અને નવા સહિતના ૮૯ કામો માટે સ્વર્ણિમ અંતર્ગત વધારાની ૨૫૬.૪૪ કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરમાળખાકીય વિકાસનાં કામો માટે રૂ.૭૩૪.૦૦ કરોડ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના ગ્રાંટ હેઠળ રૂ.૧૩૬.૦૦ કરોડ તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ.૧૬૦.૦૦ કરોડ, કુલ મળી રૂ.૧૦૩૦.૦૦ કરોડની દરખાસ્ત સ્થાયી સમિતિ ઠરાવ નં.૭૮ તા.૩૦/૦૫/૨૦૨૫થી મંજુરી મેળવી સરકારની સૈધ્ધાંતિક મંજુરી મેળવવા અર્થે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને રજુ કરવામાં આવેલ હતી. જેની સામે સંદર્ભ ૧થી ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કુલ રૂ.૫૧૫.૦૦ કરોડ મંજુર કરી રાજકોટ મહાનગરપાલિકાને ગ્રાંટ ફાળવણી કરવામાં આવેલ છે. વર્ષઃ ૨૦૨૫-૨૬ ને રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે જાહેર કરેલ હોય, તેમજ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રીઝીયોનલ કોન્ફરન્સ તા.૧૧ તથા ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ હતી, જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચવેલ કામો ઉપરાંત વધારાના વિકાસ કામો કરવા જરૂરી હોય, જે કામો કરાવવા માટે મંજુર થયેલ રૂ.૫૧૫.૦૦ કરોડ થી વધુ ખર્ચ થશે. જે માટે રૂ. ૨૫૬.૪૪ કરોડની વધારાની ગ્રાંટની જરૂરીયાત છે. જે કામો હાલ ચાલુ છે.
દર ઓકટોબર માસે તમામ બ્રિજોનું ઇન્સ્પેશન
શહેરના મુખ્ય રસ્તાઓ તથા નદી-નાલા ઉપર આવેલા પુલ અને બ્રિજની નિયમીત જાળવણી થઇ શકે અને કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે ચોમાસા પહેલા ઓકટોબર માસમાં તમામ નાલાઓ અને બ્રિજનું ઇનપેકસ્શન ચાર સ્ટેજમાં કરવામાં આવશે. પ્રાથમિક, ડિટેઇલ, ડીપીઆર અને નવા પુલ સહિતના કામો માટે રૂા.૨૦.૭૩ લાખનો ખર્ચ કરવામાં આવશે. એજન્સી દ્વારા દર ઓકટોબર માસે કામગીરી પૂર્ણ કરી મનપાને રીપોર્ટ આપવાનો રહેશે.
વાવડીમાં બનશે રૂા.૧૭.૪૯ કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટીપી સ્કીમ ૧૫ વાવડીમાં આવેલ ફાઇનલ પ્લોટ નં.૩૪માં વ્રજવિલા એપાર્ટમેન્ટ પાસે લાઇબ્રેરી બનાવવાનુ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે. આ સ્થળે ૨૫૯૧ ચો.મી.એરીયામાં ર્પ્રાકિંગ માટે લોઅર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર નવ દુકાનો. કોમન એડમીનીસ્ટ્રેશન એરીયા, વેઇટીંગ એરીયા, ફર્સ્ટ ફલોર પર નવ દુકાનો, સ્ટાફ ઓફિસ, ન્યુઝ પેપર રીડીંગ એરીયા, સેક્ધડ ફલોર પર જનરલ રીડીંગ હોલ, ટોય લાયબ્રેરી, ચિલ્ડ્રન મેગેઝીન ડીસ્પ્લે એરીયા, થર્ડ ફલોર પર મહિલા અને પુરૂૂષો માટે અલગ-અલગ રીડીંગ હોલ, ડીઝીટલ લાયબ્રેરી માટેનો એક હોલ, ટેરેસ ફલોર પર ઓડીયો-વિડીયો રૂમ અને તમામ ફલોર પર લેડીઝ/જેન્ટસ ટોયલેટ, સમગ્ર બિલ્ડીંગમાં લીફટની સુવિધા, સી.સી. ટી.વી. કેમેરા, ફાયર સીસ્ટમની સુવિધાનાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.૧૭,૪૯,૮૭,૦૦૦નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યુ છે.
આજી ડેમ ચોકડીએ
બનશે ફાયર સ્ટેશન
વોર્ડ નં. ૧પ માં આજી ડેમ ટ્રાફીક પોલીસ સ્ટેશનની પાછળના ખુલ્લા પ્લોટમાં ફાયર સ્ટેશન ૩૦.૧૬ લાખના ખર્ચે બનાવાશે. આ કામે ટ્રેન્ડ કરતા એસ્ટીમેન્ટ ભાવ ૩ર.૪પ ટકા ના ૭.૧૪ ટકા ડાઉન ભાવ આવ્યા હતા.
આ અંગે પ્લોટ એરીયા ૩પ૧૮.૯૦ ચો.મી. ટોટલ બિલ્ટઅપ પ૭૪૪.૮૧ ચો.મી. બનશે. જેમાં પાર્કિંગ ફેસેલિટી બેઝમેન્ટમાં ર૭ કાર તેમજ ૬પ ટુ-વ્હીલર, ઓફિસ બીલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં ફાયરની ૬ ગાડી અને ૧ વર્કશોપ, કંટ્રોલ રૂમ, રેસટ રૂમ, સ્ટોર ઓફિસ ટોઇલેટ ફેસેલિટી, ફર્સ્ટ કલોરમાં એડમીન ઓફિસ, સ્ટેશન ઓફિસ વેટીંગ એરીયા, ઓફિસ અને ટોઇેટ ફેસેલિટી, સેકન્ડ ફલોરમાં મીટીંગ રૂમ, ઓફિસ અને ટોઇલેટ ફેસેલિટ, સ્ટાફ કવાર્ટર, બિલ્ડીંગમાં ફર્સ્ટ અને સેકન્ડ ફલોરમાં ૩ બીએચકે ફલેટ સંખ્યા ૪ છે. કાર્પેટ એરીયા ૧૧૬.૪૩ ચો.મી., ત્રીજીથી બારમાં માળ સુધી ર બીએચકે ફલેટ સંખ્યા ૬૪ તેનો કાર્પેટ એરીયા પ૭.૩૬ ચો.મી. સહિતની સુવિધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વોર્ડ નં. ૭ માં સેન્ટ્રલ ઝોન બિલ્ડીંગ કચેરીમાં કનક રોડ સાઇડે આવેલ જુના ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ દુર કરી નવુ બિલ્ડીંગ બનાવવા ટેન્ડર પ્રક્રીયા કરતા એક એજન્સીએ ૧૬.૭૧ ટકા ઉંચા ભાવ આપતા આ કામ ૧.૮૬ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફલોરથી ૩ માળનું તમામ સુવિધા સાથેનું બનાવવા, શેઠ હાઇસ્કુલમાં વોકીંગ ટ્રેક બનાવવા, જયુબેલી શાક માર્કેટનું નવીનીકરણ તથા લક્ષ્મીનગર વિસ્તારમાં વેજીટેબલ શાકમાર્કેટ બનાવવા તથા વિવિધ વિસ્તારમાં પે એન્ડ પાર્કિંગ કોન્ટ્રાકટ આપવા તથા વિવિધ વિસ્તારમાં પેવીંગ બ્લોક, રસ્તાકામ સહિતના વિકાસ કામોની દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.
(3:05 PM IST)










