<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મનપાના કર્મચારીઓને મળતી તબીબી સહાયમાં વધારો : નવી ૨૧ સારવારનો સમાવેશ

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા તમામ વર્ગના કર્મચારીઓ અને તેમના પરિવારોને તબીબી સહાય આપવામાં આવે છે. કોઇપણ સારવાર માટે ૧ લાખથી વધુ ખર્ચ હોય ત્‍યારે તેની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગમાં મજૂરી અર્થે મોકલાય છે. જેના લીધે દરખાસ્‍તની યાદી લાંબી થતી હોય અને સમયનો બગાડ થતો હોય હવે મ્‍યુનિ.કમિશનરને વધુ પાવર આપી રૂા.૧ લાખમાં ૨ લાખનો વધારો કરી રૂા.૩ લાખની સહાયનો નિર્ણય કમિશનર લઇ શકે તેવો પાવર આપવામાં આવ્‍યો છે. તેવી જ રીતે કર્મચારીઓ દ્વારા અમુક સારવારનો સમાવેશ તબીબી સહાયમાં કરવામાં આવે તેવી માંગ ઉઠેલ જેથી મ્‍યુનિ.કમિશનરે મગજ, આંખ, કરોડરજ્જુ, હૃદય, ફેફસાને લગતા ૨૧ ગંભીર રોગોનો સમાવેશ કરી તેની સારવાર માટેનો ખર્ચ તંત્ર દ્વારા આપવામાં આવે તેવો ઠરાવ તૈયાર કરી દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગમા રજૂ કરવામાં આવી છે. મનપાના કર્મચારીઓને મળતી તબીબી સહાય પૈકી નવા રોગ અને સારવારનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેમાં મગજ, કરોડરજ્જુ તથા ચેતાતંત્રને લગત ગંભીર રોગો, આંખને લગત ગંભીર રોગો,  કાન, નાક, મો તથા ગળાને લગત ગંભીર રોગો, હૃદય, ફેફસા તથા છાતીના ગંભીર રોગો, અજાનળી, જઠર, લીવર, સ્‍વાદુપિંડ, બરોળ અને આંતરડાને લગત પેટનાં ગંભીર રોગો, કીડની, મૂત્રાશય, પ્રોસ્‍ટેટ તથા યુરીનરી સિસ્‍ટમને લગત ગંભીર રોગો, શરીરના કોઈપણ અંગ(આંતરિક /બાહ્ય) કે ભાગની કેન્‍સર, બ્‍લડ કેન્‍સરની તપાસ તથા સારવાર, પ્રજનન અંગોના ગંભીર રોગો, એકસીડન્‍ટમાં દાંતની સર્જરી, મેક્‍ઝીલોફેશ્‍યલ સર્જરી, ઓરલ સર્જરી, ગંભીર રોગોની સારવાર માટેના લેપ્રોસ્‍કોપીક સર્જરી કોઈપણ જાતની સર્જરી કે જેમાં જનરલ એનેસ્‍થેસીયા આપેલ છે., ૅફેકચર અને ડિસ્‍કોલેશનની (હેઅર લાઈન ફેકચરનો સમાવેશ નહી) સારવાર કોન્‍ટ્રેકચર રીલીઝ તથા હાથ પગમાં રિક્‍ધસ્‍ટ્રકટીવ પ્રોસીઝર કે જેમાં હોસ્‍પિટલમાં દાખલ થવાની જરૂૂર પડે છે., નોવેલ કોરોના(ઈઘટઈંઉ-૧૯)ની સારવાર,, બર્ન્‍સ મેનેજમેન્‍ટ અને લગત સર્જરી, ગંભીર ચેપી રોગો(ડેન્‍ગ્‍યુ મેલેરિયા ટાયફોઈડ વગેરે), પ્‍લાસ્‍ટિક સર્જરી અને રિક્‍ધસ્‍ટ્રકટીવ સર્જરી, માનસિક સ્‍વાસ્‍થ્‍ય લગત ગંભીર માનિસક બીમારી સબબ દાખલ થઈ સારવાર કરાવવાની થાય તેવા કિસ્‍સાઓ, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરાસિક અને વાસ્‍કયુલર સર્જરી, બાયપાસ સર્જરી, સ્‍ટેન્‍ટ સાથે, એન્‍જીયોપ્‍લાસ્‍ટી, વાવ્‍યુલર સર્જરી અને વાલ્‍વ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી, ઓન્‍કોલોજી (મેડીકલ, સર્જીકલ અને રેડીએશન), બાળરોગો જેમાં દાખલ થવું પડે તેમજ નિયોનેટલ ઇન્‍ટેન્‍સીવ કેર એડમીશન, જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી, જોઈન્‍ટ રીપ્‍લેશમેન્‍ટ સર્જરી પહેલા સિવિલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ, રાજકોટનું ભલામણ પત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

(3:50 PM IST)