તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
મનહરપુરમાં આરોગ્ય કેન્દ્ર

મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૦૩ માં નવા ભળેલા વિસ્તારમાં આવેલ મનહરપુર વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામ સહિત રૂ.૨,૦૫,૭૨,૨૦૦/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત ૫૨૪.૦૦ ચો.મી.માં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓફીસ, મેડીકલ ઓફિસર રૂમ, ગાયનેક રૂમ, મેડીસીન રૂમ, લેડીઝ/જેન્ટસ ટોઇલેટ તથા ફર્સ્ટ ફ્લોરમાં પેન્ટ્રી, મિટિંગ રૂમ, લેબોરેટરી, ઓફીસ, સ્ટોર રૂમ સાથેના બિલ્ડીંગ બનાવવાનાં કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂ.૧,૭૪,૩૪,૧૦૦નુ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યુ છે.
(3:04 PM IST)










