<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

વકીલ હિતનો ‘અભય' અવાજ એટલે અમૃતા ભારદ્વાજ

પિતાના આદર્શો અને વકીલોની સુરક્ષાના સંકલ્‍પ સાથે અમૃતા ભારદ્વાજે બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે, સૌરાષ્‍ટ્રના વકીલો તેમને જંગી બહુમતીથી જીતાડી અભયભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે થનગની રહ્યા છે, વકીલોના પ્રશ્‍નોને વાચા આપવા મક્કમ અમૃતા ભારદ્વાજનો ક્રમ નં.૬: વકિલોને મત આપવા અપિલ અમૃતા ભારદ્વાજને ઐતિહાસિક વિજય અપાવવા સૌરાષ્‍ટ્રના તમામ બાર એસોસિએશનનો એક મતઃ આ વખતે યુવાનોને નેતૃત્‍વ આપી પરિવર્તન લઈ આવવા સૌ બાર એસોસિએશનોની માંગ અમૃતાબેનને જંગી બહુમતીથી જીત અપાવી અભયભાઈને શ્રધ્‍ધાંજલી અર્પણ કરીશું: સૌરાષ્‍ટ્રના વકીલો

રાજકોટઃ સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કાયદાવિદ, લો કમિશન ઓફ ઇન્‍ડિયાના પૂર્વ સભ્‍ય અને રાજ્‍યસભાના પૂર્વ સાંસદ સ્‍વર્ગસ્‍થ અભયભાઈ ભારદ્વાજના વકીલાત ક્ષેત્રને આગળ ધપાવવા અને અભયભાઈની જેમ વકીલોના પ્રશ્નોને વાંચા આપી નિરાકરણ કરવા અભયભાઈની વીરાંગના પુત્રી અમૃતાબેન ભારદ્વાજે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સને ૨૦૧૩માં પિતાના માર્ગદર્શન હેઠળ વકીલાત ક્ષેત્રે શરૂઆત કરી હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા અમૃતાબેને સહુ વકીલોના આગ્રહ અને લાગણી સભર હંકથી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી પિતાના વકીલ હિતના અધુરા કાર્યોને પૂરા કરવા પ્રયાણ કર્યું છે.

પાઠ પિતા અભયભાઈ પાસે મેળવી અભયભાઈના વારસા તરીકે વકીલાતના માધ્‍યમથી અમૃતાબેન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી શિક્ષણના સંસ્‍કાર મેળવી વકીલાતના જનસેવાને મુખ્‍ય પ્રાધાન્‍ય આપી રાજકોટ ટ્રાયલ કોર્ટથી શરૂ કરી હાઈકોર્ટ સુધી સફર ખેડનાર મહિલા સશક્‍તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપનાર છે. અમૃતાબેને પિતા અભયભાઈ સાથે રહી ગુલમર્ગ કેશ અને લીલીયા ડબલ મડર કેશ જેવા ચકચારી અને હાઈ પ્રોફાઈલ કેસોમાં જુનિયર વકીલ તરીકે મહત્‍વની ભૂમિકા ભજવી કાયદાકીય ક્ષેત્રે મહત્‍વનું ઘડતર મેળવું છે. તેર વર્ષ ટ્રાયલ કોર્ટમાં અભયભાઈ નીચે તૈયાર થયા બાદ હાલ અમૃતાબેન સૌરાષ્ટ્રની ટ્રાયલ કોર્ટોમાં તેમજ સ્‍વતંત્ર રીતે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્‍ટિસ કરી રહ્યા છે.

રાજકોટ ટ્રાયલ કોર્ટના અનુભવથી લઈને હાઈકોર્ટેની ઊંચાઈ સુધી પહોંચેલા અમૃતાબેન આજ અનેકો મહિલા વકીલો માટે પ્રેરણા રૂપ બન્‍યા છે. વકીલોના હિત માટે કામ કરવાના પિતાના સંકલ્‍પને પૂર્ણ કરવાના ઉદેશ્‍યને સાથે લઈ તેઓ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છે. જેને કાયદાકીય જગતમાં ખૂબ જ મહત્‍વની માનવામાં આવી રહી છે. અમૃતાબેને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં ઉમેદવારની નોંધાવતાંની સાથે જ અભયભાઈની દીકરી તરીકે સમગ્ર ગુજરાત ભરમાંથી અઢારેય વરણ સાથે સુસંગતા ધરાવતા અભયભાઈના સબંધોનો પ્રેમ અને લાગણીસભર આશીર્વાદ સમો ટેકો મળી રહ્યો છે.

અભયભાઈ ભારદ્વાજ એટલે કે ગુજરાતના સિંહ પુરુષ અભયભાઈ ભારદ્વાજ એ ગુજરાતના રામ જેઠમલાણી તરીકેની ખ્‍યાતિ પ્રાપ્ત કરી હતી અભયભાઈને એકલવીર તરીકેનું બિરુદ પણ મળ્‍યું હતું. અભયભાઈએ પોતાની ઓફિસમાં અસંખ્‍ય વકીલોને જુનિયર તરીકે વકીલાત ક્ષેત્રેમાં પગલા ભરાવી અનેકો સિદ્ધિઓ જુનિયર વકીલોને પ્રાપ્ત કરાવી છે. અભયભાઈએ અનેકો વકીલોના વ્‍યવસાયને આગળ વધારવા અને પોતાના જુનિયરને આગળ કરવા મેં નહીં તું ના સૂત્રને સાક્ષાતકાર કર્યું છે. અભયભાઈની નીચે તૈયાર થઇને ઘણા ખરા વકીલોએ ન્‍યાયાધીશ અને ન્‍યાયિક ક્ષેત્રે અનેકો સરકારી પદો સુધીની સફર પણ પ્રાપ્ત કરી છે. અભયભાઈના આશીર્વાદથી અભયભાઈના ઘણા જુનિયર વકીલો પણ ખ્‍યાતનામ સિદ્ધિ મેળવી ચૂક્‍યા છે.

ભાઈ તરીકેના નામથી સુપ્રસિદ્ધ એવાં અભયભાઈની દીકરી અમૃતાબેને ઉમેદવારી નોંધાવતાની સાથે રાજકોટ બાર અને ગુજરાત ભરના સિનિયર વકીલોના આશીર્વાદ અમૃતબેને મળી રહ્યા છે. સાથે જ યુવા મહિલા ઉમેદવાર તરીકે અમૃતાબેને નારી તું નારાયણી સમું મહિલા સહશક્‍તિકરણને ધ્‍યાને લઇને ગુજરાત ભરના યુવા વકીલોનો બહોળો સાથ સહકાર મળી રહ્યો છે. અમૃતાબેનની ચૂંટણીના પ્રચાર માટેની સફર પણ યાદગાર સમી છે, પિતાના નામથી જ સમગ્ર ગુજરાત જ્‍યારે પરિચિત હોય ત્‍યારે વિવિધ ગામોના પ્રવાસમાં પણ ત્‍યાંના વકીલોનો અભયભાઈ પ્રત્‍યેનો પ્રેમ અને સંબંધથી અમૃતાબેનનું હરખભેર સ્‍વાગત સત્‍કાર કરવામાં આવી રહ્યું છે. સાથે જ અમૃતાબેને પૂર્ણ રીતે સાથ સહકાર આપી પ્રથમ ક્રમાંક આપવાના સંકલ્‍પો સહુ વકીલો લઈ રહ્યા છે.

અમૃતાબેન બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા જ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રભરના વકીલોમાં ફરી ઉત્‍સાહ અને ઉમંગની લાગણી છવાઈ છે. સૌરાષ્ટ્ર ભરમાંથી સ્‍નેહ પૂર્વક અમૃતાબેનને પ્રથમ ક્રમાંક આપી વિજય બનાવવા સંકલ્‍પો સિદ્ધ થવા લાગ્‍યા છે. અમૃતાબેન જે જે બાર એસોસિયેશનમાં પ્રચાર કરવા ગયેલા છે ત્‍યાંના બારના વકીલો દ્વારા અભયભાઈને ખૂબ પ્રેમ પૂર્વક યાદ કરી જૂની યાદો વાગોળી છે. સાથે જ અભયભાઈના દીકરી અમૃતાબેન જ્‍યારે ચૂંટણી લડવા મેદાને હોય એટલે તમામ બાર એસોસિયેશન એ અમૃતાબેનને જંગી અને ઐતિહાસિક જીત અપાવા ઉમંગભેર હુંફ આપી છે. અભયભાઈ પ્રત્‍યેનો આદર, પ્રેમ અને લાગણી જોઈને અમૃતાબેને જણાવ્‍યું છે કે મારી અને અમારી ઓફિસની વકીલો પ્રત્‍યેની જવાબદારી આથી બમણી થઈ જાય છે અને અમે હંમેશા નિષ્ઠાપૂર્વક વકીલોની સેવામાં કાર્યરત રહેશું. અમૃતાબેને જીત અપાવા સહુ વકીલો મેદાને ઉતર્યા છે. અમૃતાબેને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરાવા મહિલા વકીલો, અભયભાઈના જુનિયર વકીલો અને ઓફિસના સહુ વકીલો જહેમત ઉઠાવી રહ્યા છે.

અમૃતાબેનને વિજય બનાવવા પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-સંયોજક શ્રી અનિલભાઈ દેસાઇ તેમજ પ્રદેશ ભાજપ લીગલ સેલના કારોબારી સભ્‍યો શ્રી હિતેશભાઈ દવે તેમજ શ્રી કિશોરભાઈ સખીયા ઉપરાંતમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક શ્રી પીયૂષભાઈ શાહ, સહ-સંયોજક શ્રી કમલેશભાઈ ડોડીયા તેમજ શહેર ભાજપ લીગલ સેલના તમામ હોદ્દેદારોએ હાંકલ કરેલ છે. અમૃતાબેનને રાજકોટ શહેરના તેમજ જિલ્‍લાના અલગ અલગ બાર એસોસિયેશનોએ ખુલ્‍લો ટેકો જાહેર કરેલ છે તેમજ સૌરાષ્ટ્રના તમામ બાર એસોસિયેશનો અમૃતાબેનની જીત સુનિヘતિ કરવા કાર્યરત છે. અમૃતબેનને તમામ વર્ગના તેમજ તમામ જ્ઞાતિના વકીલોનું બહોળું સમર્થન પ્રાપ્ત છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અમૃતાબેન ભારદ્વાજ, અંશભાઈ ભારદ્વાજ, ધીરજભાઈ પીપળીયા (સીનીયર એડવોકેટ), કે.પી. વેગડ(પૂર્વ જજ), વિનુભાઈ વ્‍યાસ (સિનિયર એડવોકેટ), હિરલબેન જાની (રાજકોટ બાર કાઉન્‍સિલ કારોબાર સભ્‍ય), જીજ્ઞેશભાઈ વિરાણી, જિતેન્‍દ્રભાઈ કાનાબાર, વિજય લક્કડ, અબ્‍દુલભાઈ સમા, મિહિર શુક્‍લ, દિશાબેન પટેલ, દેવાંશભાઈ ગણાત્રા, રીનાબેન ચાવડા, રિધ્‍ધીબેન દવે, નંદનાબેન ગોસાઈ, વેદિકાબેન પંડયા, અંજનાબેન દેવમુરારી, મિતલબેન સોલંકી, અક્ષય શાહ, કૃણાલ દવે અને યજ્ઞેશ મદાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:28 PM IST)