તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
રાજકોટના ઓર્થોપેડિક સર્જન ડો.મારૂ સહિત પાંચ લોકો દુબઇમાં ફસાયા : તમામ હેમખેમ : સગાજનો સતત સંપર્કમાં
રાજકોટ કલેકટરનો ડીઝાસ્ટર વિભાગે તમામ માહિતી મેળવી : અન્ય લોકો અંગે પણ કાર્યવાહી

રાજકોટ, તા. ર : ઇરાન-ઇઝરાયેલ યુધ્ધના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાયેલ છે. જેના અનુસંધાને ખાડી દેશોમાં રાજકોટ જિલ્લાના કોઈ નાગરિક ફસાયા હોય અને મદદની જરૂરીયાત હોય તો તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા નીચેની વિગતે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. જેના પર સંપર્ક કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
દરમિયાન સમગ્ર મામલે રાજકોટ ડિઝાસ્ટર વિભાગના અધીકારીઓએ જણાવ્યું હતું કે દુબઈમાં પાંચ જેટલા લોકો ફસાયા છે જેવો પોતાના ધંધા રોજગાર તેમજ અન્ય કામ અર્થે ગયા હતા અને તેઓ હાલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને રાજકોટ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ તેમના સંપર્કમાં છે.
રાજકોટના જે પાંચ લોકો હાલ દુબઇમાં સલવાયા છે, તેમાં ઓર્થોપેડીક સર્જન ડો. મારૂ, હસમુખભાઇ સોરઠીયા, તુષારભાઇ ઉંધાડ, ફેનીલ હિરાણી અને વિજયરાજ જાડેજાનો સમાવેશ થાય છે, આ તમામ હાલ, હેમખેમ છે, તેમના સગા વ્હાલાઓ સતત તેમના સંપર્કમાં છે. તંત્ર પણ સંપર્કમાં છે, તેમ કલેકટર તંત્રના અધીકારીઓએ ઉમેર્યુ હતું. (૯.ર૦)
(2:50 PM IST)










