<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

૩ માર્ચઃ કાલે વિશ્વ વન્‍યજીવ દિવસઃ રણથી જંગલ સુધીનો જીવંત વૈભવ

રાજકોટઃ દર વર્ષે ૩ માર્ચે ઉજવાતો ‘વિશ્વ વન્‍યજીવ દિવસ' એ માત્ર એક ઉજવણી નથી, પરંતુ પ્રકૃતિના નિશબ્‍દ રક્ષકો પ્રત્‍યે આદર વ્‍યક્‍ત કરવાનો અવસર છે. જંગલની શાંતિમાં ચાલતો હાથી હોય કે ગીરમાં ગૌરવથી ફરતો સિંહ દરેક જીવ કુદરતી સંતુલનનો અભિન્ન ભાગ છે. વન્‍યજીવો પૃથ્‍વીનો જીવંત વારસો છે, જે આપણા પર્યાવરણને સમૃદ્ધ રાખે છે. આજે જ્‍યારે વન્‍યજીવો ઘટતી સંખ્‍યા અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્‍યારે તેમને સુરક્ષિત રાખવા એ આપણી નૈતિક જવાબદારી છે. વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર સંકેત જાની (મો. ૭૬૯૮૬ ૦૭૩૨૧) દ્વારા લેવામાં આવેલી તસ્‍વીરોમાં કુદરતની આ સુંદરતા કેદ થઈ છે, જે આપણને પ્રકૃતિ સાથેનો સંબંધ મજબૂત બનાવવાની યાદ અપાવે છે. વન્‍યજીવનની વિશેષ તસ્‍વીરો અને વિડિયોઝ માટે instagram ઉપર @Sanketjani_ ની મુલાકાત લેવા વિનંતી કરાયેલ છે. જોવાલાયક વન્‍યજીવો અને સ્‍થળોઃ પેરેગ્રિન ફાલ્‍કન, ઘુડખર, ડેઝર્ટ ફોક્‍સઃ કચ્‍છનું નાનું રણ, ગુજરાત, એશિયાટિક સિંહઃ સાસણ ગીર, ગુજરાત, દીપડોઃ અંબારડી સફારી પાર્ક અને ગીર જંગલ, કાળિયાર (બ્‍લેકબક): વેળાવદર નેશનલ પાર્ક, ગુજરાત, વાંદરો, હાથી અને હરણઃ કાન્‍હા નેશનલ પાર્ક, મધ્‍ય પ્રદેશ, કેટ સ્‍નેક (બિલ્‍લી સાપ): કૂર્ગ, કર્ણાટક, વિશ્વ વન્‍યજીવ દિવસઃ રણથી જંગલ સુધીનું જીવંત વૈભવ.

(2:21 PM IST)