<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

હોળી-ધુળેટી નિમિતે સોનીબજાર મંગળ- બુધવાર બે દિવસ બંધ રહેશે

હોળી= ધુળેટી અને પડતર દિવસની વાતે આ વર્ષે બે દિવસ બંધ રાખવા નિર્ણય

રાજકોટ : હોળી- ધુળેટીના તહેવાર નિમિતે આ વર્ષે રાજકોટની સોની બજાર, પેલેસ રોડ સહિતના વિસ્તારોના જવેલર્સ સંસ્થાનો મંગળવાર અને બુધવાર એમ બે દિવસ બંધ રાખવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવાયો છે, 

  અત્રે ઉલ્લેખનીય છે કે દરવર્ષે હોળી ધુળેટીના તહેવાર પર સોનીબજાર એક દિવસની રજા રાખતું હતું પરંતુ આ વર્ષે હોળી ધુળેટી વચ્ચે પડતર દિવસની વાતે બે દિવસ દુકાનો બંધ રાખવા નિર્ણ્ય લેવાયો છે 

(11:20 AM IST)