તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
રાજકોટના જંગલેશ્વરમાં જમીન ખાલી કરાવવા બદલ ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવે પોલીસને આપ્યા અભિનંદન
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણપણે ક્રાઇમ ફ્રી બનાવવામાં આવશે અને ભવિષ્યમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવે ખાસ મુલાકાત લીધી હતી. આ ઓપરેશન દરમિયાન 87,000 ચોરસ મીટર જગ્યા પરથી 1,509 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે બદલ ઇન્ચાર્જ ડીજીપીએ રાજકોટ શહેર પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણપણે ક્રાઇમ ફ્રી બનાવવામાં આવશે અને ભવિષ્યમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે. મુલાકાત દરમિયાન તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી આ વિસ્તારમાં કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
(9:15 PM IST)










