તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
ગુજરાતમાં પ્રથમવાર ઐતિહાસિક વિજય - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલ મહિલા ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

રાજકોટ : રાજકોટ ખાતે યોજાયેલી એઆઈયુ વેસ્ટ ઝોન હેન્ડબોલ મહિલા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ગુજરાત માટે ગૌરવનો નવો અધ્યાય રચ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા હેન્ડબોલ ટીમ વેસ્ટ ઝોન સ્તરે ચેમ્પિયન બની હોય તેવી આ અનોખી અને ગૌરવસભર ઘટના બની છે
આજે સવારે રમાયેલી ફાઇનલ મેચમાં University of Rajasthan સામે ૨૪-૨૦ના સ્કોરથી શાનદાર જીત મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઉત્કળષ્ટ રમતગમત કૌશલ્ય, સંકલન અને દ્રઢ મનોબળનું પ્રદર્શન કર્યું હતું. ગોલ્ડ મેડલ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સિલ્વર મેડલ - University of Rajasthan (જયપુર), બ્રોન્ઝ મેડલ - Parul University, વડોદરા, ચોથો ક્રમ - Bhavnagar University આ ચારેય ટીમો હવે આવનાર માર્ચ મહિનામાં કેરળ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે. ઇનામ વિતરણ અને સમાપન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, એસ.જી.એસ. યુનિવર્સિટીના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. રણછોડ, ડૉ. જયદીપસિંહ ચૌહાણ, ઓબ્ઝર્વર ડૉ. ધીરેન્દ્ર તિવારી તથા અન્ય આગેવાનો અને મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ. હરીશ રાબા અને શારીરિક શિક્ષણ વિભાગની ૧૦૦થી વધુ સભ્યોની ટીમ, વોલન્ટિયર્સ અને વિવિધ કમિટીઓના સક્રિય સહયોગથી સમગ્ર ટુર્નામેન્ટ અને સમાપન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.
(3:56 PM IST)










