તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 26th February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધડાધડ વીજ કનેકશનો કટ અને ૮૭ કરોડની વસુલાત
કુલ ૩૧ હજાર કનેકશન કાપી નાંખ્યા : કનેકશન કપાય તે પહેલા રપ હજાર ગ્રાહકોએ ર૦ાા કરોડ જમા કરાવી દીધા : વીજતંત્રે માત્ર ર૪ કલાકમાં સોંપો પાડી દીધો : રાજકોટ શહેર-જિલ્લામાં ૧૭ કરોડ વસુલાયા : ૧૮ હજાર ગ્રાહકોએ તોટી કનેકશન પણ મેળવી લીધુ

રાજકોટ, તા. ર૬ : વીજ તંત્રે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૯૦૦ થી વધુ ટીમો ઉતારી ૧ દિવસમાં સપાટો બોલાવી મેગા ડીસ-કનેકશનની કામગીરી દરમ્યાન કુલ રૂા. ૮૬ કરોડ ૯૪ લાખ જેટલી રકમ વસુલ કરી હતી. અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ ૨૯૫૧ ટીમોએ ફિલ્ડમાં રહીને બાકી વીજ બીલો વાળા કનેક્શનની ડીસ-કનેક્શનની કામગીરીમાં ભાગ લીધો હતો. જેમાં કુલ ૭૮,૬૩૫ જેટલા ડીફોલ્ટર ગ્રાહકો કે જેમની બાકી રકમ રૂ. ૭૮ કરોડ હોય તેના વીજ જોડાણો કાપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
ડ્રાઈવ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ ૩૦,૮૫૭ કનેક્શન કે જેમની બાકી રકમ ૨૨ કરોડ ૪૮ લાખની થાય છે તેમના કનેક્શન ડીસ-કનેક્ટ કરવામાં આવ્યા.
ડીસ-કનેક્શનની કામગીરી થાય તે પહેલા જ ૨૫,૧૦૪ ગ્રાહકોએ રૂ. ૨૦ કરોડ ૧૪ લાખ જમા કરાવી આપ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૭ કરોડની વસૂલાત કરાઇ છે.
કનેક્શન કપાઈ ગયેલ હોય તેવા ગ્રાહકોમાંથી કુલ ૧૮,૯૫૦ ગ્રાહકોએ ગઈકાલે જ કનેક્શન રી-ક્રેકટ કરવાની પ્રકિયા કરી રૂ. ૨૯ લાખ નો ચાર્જ ભરપાઈ કરી દીધો હતો.
તા. ૨૫.૦૨.૨૦૨૬ નાર ઓજ એલ.ટી. કેટેગરી ના ગ્રાહકો પાસેથી ૫૯ કરોડ ૬૮ લાખ રૂ. જેટલું કલેક્શન આવેલ છે. જેમાંથી અંદાજીત ૧૦ કરોડ ૩૭ લાખ જેટલી રકમ ઓનલાઇન આવેલ છે.
નગરપાલિકાઓ પાસેથી કુલ રૂ. ૨૭ કરોડ ૨૬ લાખ ની વસુલાત થવા પામેલ છે
(3:38 PM IST)










