તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
શ્રી ભાગીરથી મહિલા મંડળ-રાજકોટ દ્વારા વૃંદાવન ધામમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
પવિત્ર પુરુષોત્તમ માસમાં ટ્રેન દ્વારા યાત્રાનું આયોજન; કથાકાર ડૉ. કવિતાબેન ઠાકર પીરસશે કથામૃત : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ : શ્રી ભાગીરથી મહિલા મંડળ-રાજકોટ દ્વારા આગામી પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઉત્તર પ્રદેશના પવિત્ર વળંદાવન ધામ ખાતે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેન દ્વારા યોજાનારી આ ધર્મયાત્રામાં રાજકોટના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાશે.
આ ધાર્મિક મહોત્સવની યાત્રાનો પ્રારંભ તા. ૧૯-૦૫-૨૦૨૬ ના રોજ થશે અને યાત્રાની પૂર્ણાહુતિ તા. ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ થશે. વળંદાવનના પવિત્ર ધામમાં કથાનો મંગલ પ્રારંભ તા. ૨૦ મે થી થશે અને પૂર્ણાહુતિ તા. ૨૬ મે ના રોજ થશે.
આ કથાના વ્યાસપીઠ પર રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી કવિતાબેન ઠાકર (જોશી) (પી.એચ.ડી સંસ્કળત, વેદાચાર્ય) તેઓ પોતાની સુમધુર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવત કથાનું રસપાન કરાવશે.
મંડળ દ્વારા યાત્રિકો માટે રહેવા-જમવાની શ્રષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વળંદાવન ધામમાં એસી રૂમમાં નિવાસ અને ભોજનની સગવડ સામેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. યાત્રામાં જોડાવા ઈચ્છતા લોકો માટે રૂા. ૯,પ૦૦/- રાખેલ છે. આ યાત્રામાં અંદાજે ૧૦૦ થી વધુ લોકો સામેલ થશે તેમ જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે ગીતાબેન આર. પંડયા - મો. ૯૪ર૯૯૭૮ર૪૦, માલાબેન પી. લોઢીયા - મો. ૯૮ર૪૮૧પ૮૬૧, રૂપલબેન ડી. ઠાકર - મો. ૯૮રપ૭૧૮ર૦૪, નિકીતાબેન એસ. દવે - મો. ૯૪ર૬પર૯ર૪૦ને સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:26 PM IST)










