તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
શુક્રવારે દેવાંશી જોશીને નચિકેત એવોર્ડ અપાશે
લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં મોરારી બાપુના હસ્તે

રાજકોટ : પત્રકાર, લેખક અને વક્તા સ્વ. નગીનદાસ સંઘવીની સ્મળતિમાં દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા પત્રકારને ‘નચિકેત એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ‘જમાવટ'નાં દેવાંશી જોશીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ શુક્રવાર તા - ૨૭ ફેબ્રુઆરીના સાંજે ૪:૩૦ કલાકે, કે.જી. ધોળકિયા સ્કૂલ ઓડીટોરીયમ, બાલાજી હોલ પાસે, મહાપૂજા ધામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ એવોર્ડમાં રૂપિયા ૧,૨૫,૦૦૦ની રાશી અને શિલ્ડ એનાયત થશે. તેમ નગીનદાસ સંઘવી સ્મૃતી સમિતિનાસર્વશ્રી ભરત ઘેલાણી(મો. ૯૩૨૨૨ ૧૯૧૦૩), શ્રી જયંતિ ચંદ્રા અને શ્રી કોૈશિક મહેતા (મો.૯૪૨૭૨ ૧૪૨૦૩)ની યાદી જણાવે છે.
ડિજિટલ મીડિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનારાં દેવાંશી જોશી આજે ગુજરાતભરમાં અત્યંત લોકપ્રિય છે. ગુજરાતી પત્રકારત્વમાં ડિજિટલ મીડિયાની શરૂઆત તેમણે ખુબ નાની વયે કરી અને ટૂંકા ગાળામાં જ પ્રતીતિજનક સફળતા મેળવી છે. લુણાવાડા પાસેના વડાગામમાં જન્મેલાં દેવાંશીએ બી.એસ.સી. માઈક્રોબાયોલોજી કર્યા બાદ પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશતા પૂર્વે તેનો વિધિવત અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ટીવી પત્રકારત્વમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જીટીપીએલ, એબીપી અસ્મિતા, ઝી ૨૪ કલાક અને સંદેશ ન્યૂઝમાં કુલ આઠ વર્ષ ફરજ બજાવ્યા બાદ, તેમણે ૨૦૨૨માં ‘જમાવટ' મીડિયાની શરૂઆત કરી હતી. મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના સમયે તેમના ગ્રાઉન્ડ રિપોર્ટ અને વિશ્લેષણ ખુબ જ વાયરલ થયા હતા અને લોકો દ્વારા સરાહના પામ્યા હતા.
ર૦૨૨માં સ્થાપના બાદ માત્ર ચાર વર્ષમા ‘જમાવટે'જબરી જમાવટ કરી છે. સૌથી ઓછા સમયમાં સૌથી વધારે દર્શકો સાથે ‘જમાવટ' ગુજરાતના શહેરોથી લઈ છેવાડાના માનવીના અવાજનો પર્યાય બની શકયું છે. સાંપ્રત વિષયોથી લઈ રાજકીય અને સામાજિક સમાચારો માટે આજે તે એક મહત્વનું માધ્યમ બન્યું છે. યુટયુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મળીને ‘જમાવટ'૨૫ લાખ કરતા વધારે સબસ્ક્રાઈબર્સ ધરાવે છે અને રોજના સરેરાશ ૫૦ લાખ જેટલા વ્યુઝ મેળવે છે.
આ કાર્યક્રમમાં સ્વ. નગીનદાસ સંઘવી વિશે અમદાવાદ સ્થિત પૂર્વ અધ્યાપક અને જાણીતા સમાજશાષાી ડૉ. ગૌરાંગ જાની વક્તવ્ય આપશે. તેમનો શ્રી નગીનદાસ સંઘવી સાથે અતરંગ નાતો રહ્યો છે. નચિકેત એવોર્ડ સ્મળતિ ને જયંતી ચાંદ્રાનો સમાવેશ થાય છે. રસ ધરાવતા લોકોને આ કાર્યક્રમમાં સમિતિમાં વરિષ્ઠ પત્રકારશ્રી ભરત ઘેલાણી અને શ્રીજયંતી ચાંદ્રાનો સમાવેશ થાય છે. રસ ધરાવતા લોકોને આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે
(4:06 PM IST)










