<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

આ તમારી છેલ્લી પરીક્ષા નથી, પરિણામની ચિંતા વગર ઉત્સાહથી પરીક્ષા આપો

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ

રાજકોટ, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તારીખ ૨૬/૦૨ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. શહેર કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ આસવાણી, પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઈ વિરાણીએ રાજ્યના ૧૫.૨૭ લાખ અને રાજકોટના ૮૦,૨૪૮ વિદ્યાર્થીઓ માટે સફળતાની કામના કરી છે.

પરીક્ષાર્થીઓ તણાવમુક્ત રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે અગ્રણીઓએ ખાસ ૨૫ સૂચનો જાહેર કર્યા છે:

 * તૈયારી અને શિસ્ત: હોલ ટિકિટ, ઘડિયાળ અને કંપાસના પૂરા સાધનો સાથે રાખવા. ટ્રાફિકની સમસ્યાથી બચવા ઘરેથી વહેલા નીકળવું અને પરીક્ષા કેન્દ્રની અગાઉથી મુલાકાત લેવી * પરીક્ષાખંડના નિયમો: મોબાઈલ કે પ્રતિબંધિત સાહિત્ય સાથે ન રાખવું અને સુપરવાઈઝરની સૂચનાઓનું કડક પાલન કરવું. પેપરમાં જે પ્રશ્નો આવડતા હોય તે પહેલા લખવા અને ઉત્તરવહીમાં કોઈ અપ્રસ્તુત ચિન્હ ન કરવા * સ્વાસ્થ્ય અને મનોબળ: સકારાત્મક વિચારો સાથે આત્મવિશ્વાસ જાળવી રાખવો. હળવો ખોરાક લેવો, પૂરતું પાણી પીવું અને બિનજરૂરી હરવા-ફરવાનું ટાળવું * પરીક્ષા બાદની સાવચેતી: પેપર પૂર્ણ થયા પછી તેની બિનજરૂરી ચર્ચા ટાળીને તરત ઘરે પહોંચવું અને આગામી પેપરની તૈયારીમાં ધ્યાન કેન્દ્રિત કરવું.

 

અંતમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે, આ તમારી છેલ્લી પરીક્ષા નથી, તેથી પરિણામની ચિંતા કર્યા વગર પૂરા ઉત્સાહથી પરીક્ષા આપો. તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. ઓલ ધ બેસ્ટ

પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે સફળતા મેળવવા માટે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ૨૫ મુદ્દાનું મહત્વપૂર્ણ માર્ગદર્શન

(1:27 PM IST)