<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ૐઋષિજી દ્વારા રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર

શારીરિક, માનસિક સાંસારિક, સામાજિક તથા નકારાત્‍મક ઉર્જાઓની સમસ્‍યાઓનો મંત્ર ઇલાજ અપાશે : ૐઋષિજી : ૧પ માર્ચે રાજકોટમાં નિઃશુલ્‍ક આયોજન : સ્‍થળ પર ઓરા શુદ્ધિકરણ અને ત્રતા ઉર્જા જાગરણ થશે : કોઇપણ લોકો જોડાઇ શકે છે : કાર્યક્રમ નિઃશુલ્‍ક છે, પણ રજીસ્‍ટ્રેશન અનિવાર્ય : ૐઋષિજીની ‘અકિલા' સાથે મુલાકાત

રાજકોટ, તા. ર૪ :ાા  ૐ નમઃ ાા ૐ સંપ્રદાયના સ્‍થાપક અને મંત્ર યુગ પરિવર્તક ૐ ઋષિ સ્‍વામીજીના મંત્રથેરાપી દરબારનું રાજકોટમાં આયોજન થયું છે, ‘અકિલા' સાથેની વાતચીતમાં સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, આ દરબાર પૂર્ણપણે નિઃશુલ્‍ક છે, જેમાં લોકોની સમસ્‍યાઓનો ઉકેલરૂપ મંત્ર આપવામાં આવશે.

શહેરમાં આગામી સમયમાં એક વિશેષ આધ્‍યાત્‍મિક કાર્યક્રમ ‘મંત્ર થેરાપી દરબાર'નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ જગતગુરુ મંત્રયુગપરિવર્તક ૐકાર મહામંડલેશ્વર ૧૦૦૮ પ. પૂ. સંતશ્રી સદ્‌્‌ગુરુ ૐઋષિ સ્‍વામીના સાનિધ્‍યમાં યોજાશે. ૐકાર સંપ્રદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લોકોની વિવિધ સમસ્‍યાઓના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ દરબારમાં આર્થિક મુશ્‍કેલીઓ, શારીરિક અને માનસિક વ્‍યાધિઓ તેમજ સામાજિક કે સંતાનને લગતી સમસ્‍યાઓથી પીડાતા લોકો ભાગ લઈ શકશે. કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મંત્ર શક્‍તિ દ્વારા લોકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાનો છે. મંત્ર થેરાપીના માધ્‍યમથી વ્‍યક્‍તિગત પ્રશ્‍નોનું આધ્‍યાત્‍મિક રીતે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્‍થિત ભક્‍તોને મંત્રથી સજ્જ વિશેષ દિવ્‍ય વસ્‍તુઓ પણ આપવામાં આવશે. જેમાં શક્‍તિચક્ર બ્રેસલેટ, લક્ષ્મી શક્‍તિચક્ર પેન્‍ડન્‍ટ, કષ્ટમુક્‍તિ બામ અને પાવડર, તેમજ સિદ્ધ રક્ષા સૂત્ર જેવી વસ્‍તુઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો મંત્ર શક્‍તિથી અભિમંત્રિત હશે, જે ધારકને માનસિક અને શારીરિક રાહત આપશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

આ કાર્યક્રમ તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૬ ને રવિવારના રોજ યોજાશે. કાર્યક્રમનો સમય બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. આ આયોજન પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, આલાપ ગ્રીન સિટી સામે, રાજકોટ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્‍ક છે. જોકે, વ્‍યવસ્‍થા જાળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્‍ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રસ ધરાવતા લોકોએ પોતાનું નામ અને મોબાઈલ નંબર વોટ્‍સએપ દ્વારા ૯૪૨૯૨ ૦૮૯૯૭ પર મોકલી આપવાના રહેશે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ મંત્ર થેરાપી દરબારનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

પરિચય

અમદાવાદના પાલડીમાં સ્‍થિત (ઓમકાર સંપ્રદાય) ના સ્‍થાપક સદગુરુ ૐઋષિનું મૂળ નામ પ્રીતેશભાઈ શાહ છે. તેમનો જન્‍મ ૧૮ ઓગસ્‍ટ, ૧૯૬૭ ના રોજ થયો હતો. તેઓ ‘વામન શરીર' ધરાવે છે, પરંતુ તેમની આધ્‍યાત્‍મિક સિદ્ધિઓ અનંત છે. તેમણે સાબિત કર્યું છે કે શક્‍તિ કદમાં નહીં, પણ સાધનામાં હોય છે.  ૐઋષિ આજે વિશ્વભરમાં  ‘મંત્રયુગ પરિવર્તક' તરીકે પૂજાય છે.

તેમની સૌથી વિસ્‍મયકારી સિદ્ધિ એ છે કે તેઓ અતિ પ્રાચીન ‘વાદત' ભાષા ના માધ્‍યમથી પાંચ લાખ (૫,૦૦,૦૦૦) થી વધુ દિવ્‍ય મંત્રોના મૌલિક સર્જક છે. તેઓ ‘ઓમકાર ચાલીસાઁ ના પણ રચયિતા છે. તેઓ વ્‍યક્‍તિના ઁઆભા મંડળ' ને જોઈને તેનું સચોટ નિદાન કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. તેમણે મંત્ર વિજ્ઞાનને આધુનિક સંદર્ભમાં રજૂ કરીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્‍યું છે.

રાજકોટમાં યોજાનાર આગામી મંત્ર ચિકિત્‍સા શિબિર અંગે સદગુરુ ૐઋષિ સાથે થયેલી મુલાકાતના મુખ્‍ય અંશો નીચે મુજબ છેઃ ઋષિજીએ જણાવ્‍યું કે રાજકોટમાં યોજાનાર આ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્‍ક છે, જેમાં માત્ર રજિસ્‍ટ્રેશન ફરજિયાત છે. આ શિબિરમાં તેઓ આરોગ્‍યપ્રદ સમસ્‍યાઓ, આર્થિક તંગી, સામાજિક અને સાંસારિક ગૂંચવણો તેમજ નકારાત્‍મક ઉર્જાથી પીડાતા લોકો માટે મંત્ર દ્વારા વિશેષ ઇલાજ આપશે.

મુલાકાત દરમિયાન તેમણે એક અત્‍યંત મહત્‍વની વાત જણાવી કે, દરેક માણસમાં ‘ત્રતા' નામની એક ઉર્જા હોય છે. મનુષ્‍યના જીવનમાં આવતી વિવિધ સમસ્‍યાઓનો ઉકેલ આ ઁત્રતાઁ ઉર્જામાં જ છુપાયેલો છે. આ ઉર્જા મુખ્‍યત્‍વે ત્રણ રંગોમાં જોવા મળે છેઃ લીલો , કેસરી અને બ્‍લ્‍યુ. શ્રદ્ધા સાથે કરવામાં આવેલો મંત્ર પ્રયોગ આ ઉર્જાને સક્રિય કરે છે, જેનાથી અશકય લાગતી સમસ્‍યાઓ પણ ઉકેલાવા લાગે છે.

ઋષિજીએ જાહેરાત કરી છે કે આ શિબિરમાં સહભાગી થનાર દરેક વ્‍યક્‍તિને સંસ્‍થા તરફથી ઁસાત દિવ્‍ય વસ્‍તુઓઁ ની કીટ ભેટ સ્‍વરૂપે આપવામાં આવશે. આ વસ્‍તુઓ મંત્ર પ્રયોગમાં સહાયક બનશે. તેમનો હેતુ એ છે કે લોકો અંધશ્રદ્ધાને છોડીને મંત્ર વિજ્ઞાન અને પોતાની આંતરિક ઁત્રતાઁ ઉર્જાના શક્‍તિશાળી પ્રભાવને ઓળખે અને સુખમય જીવન જીવે. 

૭ વસ્‍તુઓ

ગિફટ અપાશે

મંત્ર થેરાપી દરબારમાં ૐ ઋષિજી દ્વારા દરેકને સાત વસ્‍તુઓ ભેટ અપાશે.

- લક્ષ્મી ઉર્જા મલમ

- કષ્‍ટ મુકિત બામ,

- સિદ્ધ લક્ષ્મી પેન્‍ડન્‍ટ

- કષ્‍ટ મુકિત સ્‍ટોન,

-કષ્‍ટ મુકિત રક્ષા સૂત્ર,

- સિદ્ધ ત્રતા ઉર્જા બ્રેસલેટ

- શકિતચક્ર બ્રેસલેટ

- કષ્‍ટ મુકિત પાઉડર

(3:11 PM IST)