<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

જંગલેશ્વરમાં હવે ‘સફાઇ' અભિયાન : પ૦ લાખ કિલો કાટમાળનો નિકાલ કરાશે

રાજકોટ, તા. ર૪ :  જંગલેશ્વર વિસ્‍તારમાં મહાપાલિકા દ્વારા ૧૪૮૯ મકાન સહિતના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી તમામને જમીનદોસ્‍ત કરી નાખવામાં આવ્‍યા છે. સવા બે કિલોમીટર વિસ્‍તારમાં કરાયેલા આ મેગા ડિમોલિશન બાદ મકાન-દુકાન સહિતના બાંધકામનો કાટમાળ પણ મોટાપાયે નીકળવાનો છે ત્‍યારે મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વ્‍યક્‍ત કરેલા અંદાજ પ્રમાણે ડિમોલિશનની સંપૂર્ણ કાર્યવાહી બાદ કુલ પાંચ હજાર ટન એટલે કે પચાસ લાખ કિલો કાટમાળ નીકળશે ! આ અંગે અધિકારીઓએ જણાવ્‍યું કે ડિમોલિશન પૂર્ણ થયા બાદ કાટમાળને સાફ કાટમાળને કોઠારિયાની ખાણમાં ઠલવાશે, જરૂર પડયે નાકરાવાડી ખાતે બાંધકામ વેસ્‍ટ પ્‍લાન્‍ટ સુધી પણ લઈ જવાની ગોઠવણ કરવામાં આવી રહી છે.

હવે પ૦ ફૂટ પહોળો બનશે રસ્‍તો

આજી નદી રિવર ફ્રન્‍ટ અને ટી.પી. રોડ પહોળો કરવાની કાર્યવાહીનો ધમધમાટ  : હાલ ર૦ ફૂટના રોડ છે : નદી વિસ્‍તારમાં દિવાલ પણ બનાવાશે : આગામી સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત મોકલાવાશે

રાજકોટ, તા. ર૪ : દબાણ થયેલી જગ્‍યા તેમજ મકાન સહિતના દબાણોની દૃષ્‍ટિએ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીકેશન જંગલેશ્વરમાં શરૂ કરવામાં આવ્‍યું છે જે આજે મંગળવારે પૂર્ણ થવાનું છે ત્‍યારે સૌ કોઇના મનમાં એક જ પ્રશ્ન ઉદ્‌્‌્‌ભવી રહ્યો છે કે ડિમોલિશન પુરૂ થયા બાદ શું ? મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સુત્રના જણાવ્‍યા મુજબ ટાઉન પ્‍લાનિંગ (ટીપી) રોડ પરના દબાણો દૂર કરી હવે ત્‍યાં રસ્‍તો પહોળો કરવાનો છે. હાલ આ રસ્‍તો માંડ ર૦ ફૂટનો જ હોવાથી પારાવાર મુશ્‍કેલીઓ પડી રહી હતી ત્‍યારે ડિમોલિશન કરાયા બાદ હવે આ રસ્‍તો પ૦ ફૂટ પહોળો કરવામાં આવશે. રસ્‍તો પહોળો કરવાનું કામ આગામી દસમી સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત આજી નદીનો પટ કે જે ચોમાસમાં કમરડૂબ ભરાઇ સ્‍વરૂપ ધાર કરી લેતો હોય ત્‍યાં ડિમોલિશન ખૂબ જે બની હતું. હવે તંત્ર દ્વારા ડિમોલિશન પૂર્ણ થયા બાદ ત્‍યાં દિવાલ બનાવવાનું આયોજન પણ કરી લેવામાં આવ્‍યું. આ અંગે આગામી સમયમાં મળનાર સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત પણ મોકલી આપવામાં આવશે.

(2:41 PM IST)