<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

૭૦થી ૧૦૦ વારની જગ્‍યામાં ૧૫૦૦થી ૨૦૦૦ ફૂટના કાચા-પાકા બાંધકામો ખડકાયેલ

રાજકોટ : શહેરના નદીપટ વિસ્‍તારમાં ચાલી રહેલા ડિમોલિશન અંગે મનપાના સતાવાર સુત્રોએ જણાવ્‍યું હતું કે, અત્‍યારે અમારે અહીંયા ત્રણ ઝોન છે, જે સંપૂર્ણપણે નદી કાંઠાનો વિસ્‍તાર છે. કાંઠા વિસ્‍તારના મકાનોની ડિમોલિશનની કામગીરી ગઈકાલે કરવામાં આવેલી હતી અને આજે પણ ચાલુ છે. રોડ ઉપરના જે મકાનો છે એ ટાઉન પ્‍લાનિંગ (TP) સ્‍કીમના રોડના છે, જે ચાર ઝોનમાં છે અને તેની અલગ કામગીરી ચાલી રહી છે. આ (ચાલુ કામગીરી) ફક્‍ત નદીપટનો વિસ્‍તાર છે.

અહીં આંશિક અને પૂર્ણ કપાત ગણીને કુલ ૧૫૦૦ જેટલા મકાનો છે. જેમાંથી ગઈકાલે ૯૦૦થી ૧૦૦૦ની વચ્‍ચે મકાનોનું ડિમોલિશન કરાયું હતું. 

(2:40 PM IST)