<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

નામચીન રહેમત ઉર્ફે રમા જુણેજા, સમીર ઉર્ફે મુરગો, સમીર ઉર્ફે સંજલો અને ઇમરાન ટીકડા સહિત ૧૧ ગુનેગારોના મકાનો અને ભાડે અપાતી સંખ્‍યાબંધ ઓરડીઓ ધ્‍વસ્‍ત

રહેમત ઉર્ફે રમાના રહેણાંક મકાનો, ૪૮ ઓરડીઓ અને ૩ હજાર સ્‍કેવરફીટના વાડા ઉપર બુલડોઝર ફર્યું: ગુજસીટોકના આરોપી સમીર ઉર્ફે મુરગાના ત્રણ મકાનો- ૧૬ ઓરડી, સમીર ઉર્ફે સંજલાનું રહેણાંક અને ઓરડીઓ તેમજ ઇમરાન ટીકડાના આલીશાન મકાનોનો ઢગલોઃ જંગલેશ્વર ડીમોલીશનથી ગુન્‍હાહીત પ્રવૃતિઓ ઉપર રોક આવશેઃ ડીસીપી જગદીશ બાંગરવા

રાજકોટ તા.૨૪: ગઇકાલથી શરૂ થયેલા જંગલેશ્વર ડીમોલીશનના આજે બીજા દિવસે બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ૧૫૦૯ પૈકી ૧૩૦૯ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્‍યાનું અને બાકીના ગેરકાયદે બાંધકામો સાંજ સુધીમાં તોડી પડાશે તેવું ડીસીપી (ક્રાઇમ) શ્રી જગદીશ બાંગરવાએ માધ્‍યમોને જણાવ્‍યું હતું. ડીમોલીશનમાં અસહાય લોકોના ગેરકાયદે બાંધકામો ઉપરાંત મોટાભાગના ગુનેગારોના બાંધકામો હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

મેગા ઓપરેશનના કારણે અત્‍યાર સુધી ગુન્‍હાહીત પ્રવૃતિથી ખદબદતો વિસ્‍તાર મુકત થતા ગુન્‍હાખોરી પણ કાબુમાં આવશે તેવુ શ્રી બાંગરવાએ જણાવ્‍યું હતું. આ ઓપરેશન દરમ્‍યાન જેના સીરે દારૂ, જુગાર અને નશીલા પદાર્થો સબબ ૧૪થી વધુ ગુન્‍હાઓ નોંધાયા છે તેવી નામચીન હિસ્‍ટ્રીસીટર રહેમત ઉર્ફે રમા જુણેજાના ૩ આલીશાન મકાનો, ૩ હજાર સ્‍કેવર ફીટનો વાડો અને ભાડે આપવામાં આવતી ૪૮ ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગુજસીટોકના આરોપી સમીર ઉર્ફે મુરગાનું રહેણાંક મકાન અને ૧૨ ઓરડીઓ, સમીર ઉર્ફે સંજલાનું રહેણાંક મકાન અને ૧૬ ઓરડીઓ, ઇમરાન ઉર્ફે ટીકડાનું મકાન અને ૧૨ જેટલી ઓરડીઓ ઉપર બુલડોઝર ફરી ચુકયુ છે. આ તમામ ગુનેગારો પોતે આલીશાન મકાનોમાં રહેતા હતા અને ગેરકાયદે ઓરડીઓ ભાડે આપી કમાણી કરતા હતા.

જંગલેશ્વરમાં જંગલરાજ ચાલતુ હતું તે આમ આદમીથી માંડી સોૈ કોઇ જાણતું હતું. આ ઓપરેશનને કારણે ગુન્‍હાહીત પ્રવૃતિ ઉપર રોક આવશે તેવુ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે જંગલેશ્વરમાં માત્ર ગરીબો અને નિઃસહાય લોકોના મકાનો જ તુટયા નથી. આ વિસ્‍તારમાં આશરો લેતા મહતમ ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પણ દૂર કરાયા છે.

 

 

 

(3:12 PM IST)