<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

બુધવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ તંત્રની મેગા ડીસ કનેકશન ડ્રાઇવઃ પ૦૦થી વધૂ ટીમો ધોંસ બોલાવશે

રાજકોટમાં પ૦ હજાર ગ્રાહકોના ૬૦ કરોડથી વધૂ બાકીઃ કનેકશન કાપી નખાશેઃ સ્‍થળ ઉપર નાણા નહિ લેવાય : જે તે સબ ડિવીઝનને ૧૦૦ ટકા બીલ, રી-કનેકશન ચાર્જ ભર્યા બાદ લાઇટ મળશેઃ અનેક પાલીકા-પંચાયત-સરકારી સંસ્‍થાઓના કરોડો બાકી

રાજકોટ, તા. ર૩: રાજકોટ શહેર-જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રપમી તારીખે વીજ ટીમો તૂટી પડશે, જેમાં પ૦૦ થી ૬૦૦ ટીમો મેગા ડીલ-કનેકશન ડ્રાઇવનું આયોજન કરાયું છે, જેમના બીલના નાણા બાકી છે, તેમના કનેકશન કાપી નખાશે, સ્‍થળ ઉપર વીજબીલના નાણા નહિં લેવાય, બાકી બીલના નાણા જે તે સર્કલ કચેરીની સબ ડિવીઝન ઓફીસ પર આવીને ૧૦૦ ટકા નાણા ભરશે, અને રી-કનેકશન ચાર્જના નાણા ભરશે બાદમાં જ વીજ જોડાણ પુનઃ  ચાલુ કરાશે.અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એકલા રાજકોટમાં પ૦ હજારથી વધુ ગ્રાહકોના ૬૦ થી ૬પ કરોડની બાકી બોલે છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તો આ રકમ ૧૦૦ કરોડને પણ વટાવી જાય તેમ છે, અનેક નગરપાલીકા, પંચાયત, સરકારી ઓફીસોના નાણા બાકી છે, આ બધાના કનેકશન કપાશે કે કેમ તે હવે રપ મીએ ખબર પડશે.વીજ તંત્રે ગ્રાહકોને ચેતવણી આપી છે કે, આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્‍કાલીક ધોરણે તા.૨૫.૦૨.૨૦૨૬ પહેલા ભરપાઈ કરવા અપીલ છે જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુક્‍ત રહી શકાય.ઉપરાંત વીજ બીલના નાણાંની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરાં પાડવામાં આવેલ વિવિધ માધ્‍યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, (૧) ઈ.સી.એસ. (ECS), (૨) ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM, (૩)પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના POS મશીન દ્વારા, (૪) કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM મારફત UPI મોડથી, (૫) ઇન્‍સ્‍ટા પેમેન્‍ટ / ઈ-વોલેટ, (૬) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, (૭) એ.ટી.એમ. મશીન (HDFC / ICICI / BOB બેંકોના), (૮) RTGS/NEFT. નો સમાવેશ થાય છે

(3:43 PM IST)