તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
પચ્છેગામે યોજાયેલ મહાવિષ્ણુ યજ્ઞમાં જવા માટે રાજકોટથી ખાસ બસ વ્યવસ્થા
રૂ.૨૦૦માં આવક જાવક : પ બસો માટેની નોંધણી પૂર્ણ : વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવી લેવા અપીલ

રાજકોટ તા. ૨૩ : ગધેથડ આશ્રમના શ્રી લાલબાપુ અને ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં પચ્છેગામ ખાતે મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિર પ્રવેશોત્સવ અને ભાગવત સપ્તાહ તેમજ પપ૧ કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન થયુ છે.
ત્યારે આ ધર્મોત્સવમાં રાજકોટથી પચ્છેગામ જવા ઇચ્છુક ભાવિકજનો માટે સેવાભાવી ગ્રુપ દ્વારા ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ બસ વ્યવસ્થા સંભાળનાર ગ્રુપના આગેવાનોએ જણાવ્યુ હતુ કે પચ્છેગામમાં આટલો મોટો ઉત્સવ થવા જઇ રહ્યો હોય લોકોમાં અનેરો ઉમંગ છે. ત્યારે આવવા જવામાં બધાને સરળતા રહે તે હેતુથી ખાસ બસ વ્યવસ્થા ગોઠવેલ છે. જેમાં માત્ર ટોકન દરે રૂ.૨૦૦માં આવક જાવક થઇ જાય તે રીતે બસો મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં આવી પ બસની નોંધણી ફુલ થઇ ચુકી છે. જે લોકોએ સાથે જોડાવુ હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી લેવા જણાવાયુ છે.
આ માટે વિજયસિંહ બી. જાડેજા (ચાંદલી) મો.૯૮૨૫૭ ૩૫૩૨૦, તેજપાલસિંહ જાડેજા (ચાંદલી) મો.૯૮૭૯૬ ૩૫૫૦૫, હઠીસિંહ જાડેજા (ચાંદલી), જયવિરસિંહ જાડેજા (ચાંદલી) મો.૭૬૦૦૦ ૦૦૫૩૩, કૃષ્ણસિંહ જાડેજા (લોધીકા) મો.૯૭૨૩૬ ૦૬૫૧૩, કુલદિપસિંહ જાડેજા (લોધીકા) મો.૮૧૪૦૫ ૦૦૦૦૯, જીતુભા જાડેજા (ખાંભા) મો.૯૯૨૪૧ ૭૧૯૭૫, રાજભા જાડેજા (પારડી) મો.૯૯૨૫૭ ૧૭૧૯૧, સુરૂભા જાડેજા (રાવકી) મો.૯૮૨૪૨ ૯૦૪૭૬, સાબભાબાપુ પીપરડી મો. ૯૬૩૮૦ ૬૩૭૮૦, જયદેવસિંહ પીપરડી મો.૭૯૯૦૩ ૨૭૭૯૩, મહેન્દ્રસિંહ જાડેજા (પીપળીયા) મો.૯૮૭૯૫ ૫૩૪૫૩, મયુરસિંહ જાડેજા (વડા) મો.૮૯૮૦૦ ૮૮૮૩૦, ભરતસિંહ જાડેજા (છાપરા) મો.૯૭૨૪૫ ૯૦૯૦૧નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બસ વ્યવસ્થા ગ્રુપના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:50 PM IST)










