<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર પાર્કિન્‍સનની બીમારીમાંથી દર્દીને નવજીવન આપતા સ્‍ટર્લિંગ હોસ્‍પિટલના ન્‍યુરોલોજીસ્‍ટ ડો. સારિકા પાટીલ

સ્‍ટર્લિંગ હોસ્‍પિટલે ડો. સારિકા પાટીલના નેતૃત્‍વ હેઠળ મુવમેન્‍ટ ડિસઓર્ડર્સ ડિપાર્ટમેન્‍ટ ખાતે તેનો સમર્પિત DBS પ્રોગ્રામ સત્તાવાર શરૂ

રાજકોટઃ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડો. સારિકા પાટીલ અને ડો. ગૌરાંગ વાઘાણી સહિતના નજરે પડે છે.  (તસ્‍વીર અભીજીત બગથરીયા) 

રાજકોટઃ તા.ર૩, રાજકોટ સ્‍થિત સ્‍ટર્લિંગ હોસ્‍પિટલે સૌરાષ્ટ્ર-કચ્‍છ માં સૌપ્રથમ વખત સફળતાપૂર્વક ડીપ બ્રેઇન સ્‍ટીમ્‍યુલેશન (DBS) સર્જરી હાથ ધરીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. હોસ્‍પિટલના એસોસિયેટ ડિરેક્‍ટર તથા ન્‍યુરો ફિઝિશિયન અને મૂવમેન્‍ટ ડિસઓર્ડર્સ સ્‍પેશિયાલિસ્‍ટ ડો. સારિકા પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ આધુનિક સારવારથી જામનગરના ૬૦ વર્ષીય પાર્કિન્‍સન રોગીને નવું જીવન મળ્‍યું છે. આ નોંધપાત્ર સર્જરી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્‍છના લોકોને વિશ્વસ્‍તરીય ન્‍યુરોલોજીકલ સારવાર હવે વધુ નજીક મળી છે. હોસ્‍પિટલે મૂવમેન્‍ટ ડિસઓર્ડર્સ વિભાગમાં પોતાના સમર્પિત DBS પ્રોગ્રામનો સત્તાવાર પ્રારંભ પણ કર્યો છે. પત્રકાર પરિષદમા઼ ડો. સારીકા પાર્ટીલ જણાવે છે કે, જામનગરના ૬૦ વર્ષીય દર્દી છેલ્લા ૧૧ વર્ષથી પાર્કિન્‍સન રોગથી પીડાતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સ્‍થિતિ મોટાપાયે મોટર ફલક્‍ચ્‍યુએશન સાથે ગંભીર તબક્કે પહોંચી ગઈ હતી. તેમને લાંબા સમય સુધી (દિવસના ૭૦ ટકા જેટલા સમયમાં) અનેક મુશ્‍કેલીઓ પડતી હતી, જેમ કે ચાલતી વખતે પગ અટકી જવા, શરીર અત્‍યંત જકડાઇ જવું અને ટેકા વગર ઊભા રહી કે ચાલી ન શકવાની સ્‍થિતિ સર્જાવી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે પરિવાર પર નિર્ભર થઈ ગયા હતા. દવાની અસર દરમિયાન જયારે તેમની શારીરિક ગતિવિધિ સામાન્‍ય બનતી ત્‍યારે તેમને ગંભીર ડિસ્‍ફિનેશિયા અને ડિસ્‍ટોનિયા જેવી સમસ્‍યાઓ થતી, જેમાં અસામાન્‍ય શરીર મુદ્રા અને ડાબા હાથમાં અતિશય અનિયંત્રિત હલનચલન જોવા મળતી. કામ કરવા અસમર્થ હોવાથી તેમણે છેલ્લા પાંચ વર્ષથી દ્યેર જ રહેવું પડયું હતું અને જીવનની ગુણવત્તા દ્યણી દ્યટી ગઈ હતી. માત્ર દવાઓ દ્વારા તેમના અદ્યતન લક્ષણોને નિયંત્રિત કરવા અથવા દવાઓની આડઅસરને અટકાવવી શક્‍ય નહતી. તેથી DBS સર્જરીની ભલામણ કરવામાં આવી, કારણ કે તે મોટર લક્ષણોમાં અસરકારક રાહત આપે છે, દવાઓ પરની નિર્ભરતા દ્યટાડે છે અને દૈનિક જીવનની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે સુધારે છે.

પત્રકાર પરિષદમાં ડો. સારિકા પાટીલ જણાવે છે કે, સ્‍ટર્લિંગ  હોસ્‍પિટલ ખાતે DBS પ્રોગ્રામનું કિલનિકલ નેતૃત્‍વ સંભાળતા મુવમેન્‍ટ ડિસઓર્ડર્સ સ્‍પેશિયાલિસ્‍ટ ડો. સારિકા પાટીલની આગેવાની હેઠળની કુશળ નિષ્‍ણાંતોની ટીમે આ જટિલ ફંક્‍શનલ ન્‍યૂરોસર્જરી હાથ ધરી હતી. આ ટીમમાં તેમને અમદાવાદના વિઝિટિંગ ફંક્‍શનલ ન્‍યૂરોસર્જન ડો. ચિરાગ સોલંકી તેમજ ડો. મયંક વેકરિયા અને ડો. ગૌરાંગ વાદ્યાણીએ સમગ્ર સર્જરીમાં નિષ્‍ણાંત સહાય પૂરી પાડી હતી. સર્જરી પહેલાં ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત કરવા માટે જનરલ એનેસ્‍થેશિયા હેઠળ 3T MRI કરવામાં આવી. આ પ્રક્રિયા જાગૃત અવસ્‍થામાં થતી બ્રેઇન સર્જરી હતી, જેમાં દર્દીની પ્રતિક્રિયાનું વાસ્‍તવિક સમયમાં નિરીક્ષણ કરવામાં આવ્‍યું. વિશેષ ફ્રેમનો ઉપયોગ કરીને સબથેલેમિક ન્‍યુક્‍લિયસ (STN) અથવા ગ્‍લોબસ પેલિસ ઇન્‍ટર્ના (GPI) માં લીડ્‍સ ચોક્કસ રીતે મૂકવામાં આવ્‍યા. બેટરી ઇમ્‍પ્‍લાન્‍ટેશન સહિત સમગ્ર સર્જરી ૭-૮ કલાક ચાલી. સર્જરી પછી લીઝનિંગ અસરને કારણે દર્દી લક્ષણોમાં તરત જ સુધારો જોવા મળ્‍યો અને માત્ર પાંચ દિવસમાં તેઓ સ્‍થિર હાલતમાં ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા. ૩-૪ અઠવાડિયા પછી શરૂ થતી પ્રોગ્રામિંગ પ્રક્રિયામાં સ્‍ટીમ્‍યુલેશન પરિમાણોને સુક્ષ્મ રીતે ગોઠવી લક્ષણોનું ઉત્તમ નિયંત્રણ મેળવવામાં આવ્‍યું અને દવાઓ ધીમે ધીમે દ્યટાડવામાં આવી. 

(2:50 PM IST)