<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ટોયલેટ જવાનું કહીને ગયેલી ૧૭ વર્ષની સગીરા ગાયબઃ અપહરણ

મકાન બદલાવ્‍યું હોઇ સામાન ફેરવતી વખતે પિતાને હમણાં આવું કહીને નીકળી ગઇ : ભગવતીપરા વિસ્‍તારનો બનાવઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૩: શહેરના ભગવતીપરા વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૧૭ વર્ષની દિકરી ગૂમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવાર એક મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવા માટે સામાન ફેરવતો હતો ત્‍યારે આ સગીરા પોતે ટોયલેટા જાય છે તેમ પિતાની કહીને ગયા બાદ ગાયબ થઇ હતી.

બનાવ અંગે ભગવતીપરા વિસ્‍તારમાં રહેતાં યુવાને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સંતાનમાં બે દિકરા તથા ચાર દિકરી છે. જેમાં મોટી દિકરી ૧૭ વર્ષની છે. તા. ૧૯ના અમે ભગવતીપરામાં મકાન ખાલી કરી સામાન ફેરવતા હતાં ત્‍યારે ૧૭ વર્ષની કિદરી પણ સાથે હતી. તેણે સાંજે સાડા છએક વાગ્‍યે પપ્‍પા હું ટોયલેટ જઇને આવું છું તેમ કહ્યું હતું અને તે ટોયલેટ જવા માટે  ગઇ હતી. થોડીવાર થવા છતાં તે પરત ન આવતાં મેં ટોયલેટમાં જઇ તપાસ કરતાં તે જોવા મળી નહોતી.

આ પછી શેરીમાં તપાસ કરતાં પાડોશીએ કહ્યું હતું કે તમારી દિકરી થેલી જેવુ લઇને જતી હતી. આ પછી અમે આસપાસમાં તપાસ કરતાં ભગવતીપરા પૂલના છેડે રિક્ષાઓ ઉભી રહે છે ત્‍યાં જઇ પુછતાં અને બસ સ્‍ટેશન, ત્રિકોણબાગ, હોસ્‍પિટલ ચોક સહિતના સ્‍થળોએ તપાસ કરવા છતાં દિકરીનો પત્તો મળ્‍યો નહોતો. ગૂમ થયેલી દિકરી ઘઉ વર્ણની છે અને ઉંચાઇ આશરે ૪ ફુટ પ ઇંચ છે. તેણી ઘરેથી નીકળી ત્‍યારે ખાખી કલરની કુર્તી અને ગુલાબી ચુંદડી રાખી હતી. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્‍સ. એન. એન. ખસીયાએ સગીરા ગૂમ થવાના કિસ્‍સામાં તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(3:43 PM IST)