તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
ટંકારાના યુવા પત્રકાર અને રઘુવંશી અગ્રણી ભાવિનભાઈ સેજપાલનો જન્મદિવસ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ર૩: ટંકારાના ‘અકિલા'ના પત્રકાર અને રઘુવંશી રાજકીય અગ્રણી જલારામ હોટેલના માલિક ભાવિનભાઈ સેજપાલનો આજે જન્મદિવસ છે.
ટંકારા પંથકમાં પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર નીડર યુવા પત્રકાર અને રઘુવંશી સમાજના અગ્રણી ભાવિનભાઈ સેજપાલનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાના જીવનના એક નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ તેમના ૮૫૧૧૧૧૧૪૪૪ પર મિત્ર વર્તુળ, સ્નેહીજનો અને રાજકીય-સામાજિક આગેવાનો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
ભાવિનભાઈ સેજપાલ છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવી અને વહીવટી તંત્ર સુધી સચોટ રીતે પહોંચાડવામાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. ટંકારાની જનતાની સમસ્યાઓ હોય કે સામાજિક ઉત્થાનના કાર્યો, ભાવિનભાઈની કલમ હંમેશા સત્યની સાથે રહી છે.
માત્ર પત્રકારત્વ જ નહીં, પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ એટલા જ સક્રિય છે. રઘુવંશી સમાજ (લોહાણા સમાજ) ના યુવા અગ્રણી તરીકે તેઓ સમાજના વિવિધ કાર્યો અને સંગઠનને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. તેમની મળદુ ભાષા અને મળતાવડા સ્વભાવને કારણે તેઓ યુવાનોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
ઉત્સવ સમિતિના ગણમાન્ય સદસ્ય તથા ગરીબ જરૂરીયાતમંદ લોકોના પ્રશ્નેને સતત જાગૃત રહેતા ભાવિનભાઈ ને શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહયો છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને ધારાસભ્યશ્રીઓ, સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો દ્વારા તેમને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની મંગલ કામનાઓ પાઠવવામાં આવી રહી છે. (મો. ૮પ૧૧૧ ૧૧૪૪૪)
(1:34 PM IST)










