તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
રાજકોટમાં 'સૂર્યદેવ' આકરા પાણીએ: બપોરે 2:30 વાગે પારો 34.8 ડિગ્રીને પાર, સાંજ સુધીમાં ગરમી 37 ડિગ્રીએ પહોંચવાની દહેશત
"બપોરે આકરો તડકો અને સાંજે ગરમીનો ધગધગાટ; રાજકોટમાં વસંતમાં જ ગ્રીષ્મનો આરંભ, જનજીવન પરસેવે રેબઝેબ."

રાજકોટ: રંગીલા રાજકોટમાં અત્યારથી જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે 2:30 વાગ્યે તાપમાનનો પારો 34.8 ડિગ્રી સુધી પહોંચતા શહેરના મુખ્ય માર્ગો પર ગરમીનો આકરો પ્રભાવ જોવા મળ્યો હતો.
હવામાનના મિજાજને જોતા એવી પ્રબળ શક્યતા છે કે ગઇકાલની જેમ જ આજે પણ સાંજ પડતા સુધીમાં પારો 37 ડિગ્રીની સપાટીને સ્પર્શી જશે. અચાનક વધેલા તાપમાનને કારણે લોકો અત્યારથી જ ઠંડા પીણાં અને એસી-પંખાના શરણે જવા મજબૂર બન્યા છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ જે રીતે ગરમીનો પારો ઉછળી રહ્યો છે, તે આગામી 'કાળઝાળ' ઉનાળાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યો છે.
(2:50 PM IST)










