News of Saturday, 21st February 2026
બેડી ચોકડીએ બે લાખનો દારૂ ભરેલી કાર સાથે હડમતીયાનો હસમુખ પકડાયો
ચોટીલા પાસે મારવાડી શખ્સ આપી ગયાનું રટણઃ કનકસિંહ, રાજેશભાઇની બાતમી પરથી એએસઆઇ અનિલભાઇ સોનારા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: મોરબી રોડ પર આવેલી બેડી ચોકડી પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે વેગનઆર કાર જીજે૦૩ડીએન-૯૦૦૮ આંતરી તપાસ કરતાં અંદરથી રૂા. ૨,૦૧,૬૦૦નો વિદેશી દારૂ મળતાં તે તથા કાર, બે મોબાઇલ ફોન મળી રૂા. ૩,૧૨,૧૦૦નો મુદ્દમાલ કબ્જે કરી કારના ચાલક હસમુખ નારણભાઈ સકોરીયા (ઉ.૩૭- ધંધો-ખેતી, રહે. મોટા હડમતીયા ગામ, હનુમાનજીના મંદિર પાસે, તા. વીંછીયા)ને ઝડપી લીધો હતો.
પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્.કનકસિંહ સોલંકી, રાજેશભાઇ ચાવડાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી હસમુખભાઈ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવળત્તિઓમાં સંડોવાયેલો છે. તેની સામે જસદણ, ભાડલા, કુવાડવા રોડ, અમરેલીના બાબરા અને મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને દારૂ સહિતના કુલ ૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તેમજ એએસઆઇ અનીલભાઈ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. રાજેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. હોળી ધુળેટીના તહેવાર નજીકમાં હોઇ દારૂની હેરાફેરી ડામવા કડક સુચના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી
(3:34 PM IST)










