તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
કાલે રંગુન માતાજીની ર૩૬મી પુણ્યતિથી : રંગુન માંના મંદિરે રાસગરબા, ડાક-ભુવા, મહાપ્રસાદ

રાજકોટ, તા. ર૧ : રાજકોટ-ભાવનગર હાઇ-વે આજી ડેમ ચોકડીથી ૧૭ કિ.મી. આવેલા શ્રી રંગુન માંના મંદિરે ર૩૬મી પુણ્યતિથિ ભવ્ય ઉજવણી આવતીકાલે રવિવારે તા. રર ના શુભદિવસે સવારે ૧૦ થી સાંજે પ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. માય ભક્તો દર્શન, રાસ-ગરબા, ડાક-ભુવા તેમજ મહાપ્રસાદનો લાભ લેશે.
આ તકે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ કોળી સમાજની જગ્યા કાળાસરવાળા મહંતશ્રી વાલજી ભગત, કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી, ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણ, માર્કેટીંગ યાર્ડના માજી ચેરમેન હરદેવસિંહજી જાડેજા, રાજુભાઇ અજાણી, વિજયભાઇ ચાવડા, વાઘજીભાઇ મેવાસીયા, વલ્લભભાઇ મકવાણા-કાથરોટવાળા, સોમાભાઇ ભાલીયા, રાજકોટ શહેશ ભાજપ ઉપાધ્યક્ષ, વિક્રમભાઇ સોરાણી-શિવાજી સેનાવાળા, દિપકભાઇ ઉપસરપંચ લાખાપર, સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા મોરવાડીયા વિઠ્ઠલભાઇ, લાખાભાઇ, શિવાભાઇ, પુંજાભાઇ, પરબતભાઇ, બાબુભાઇ, અરવિંદભાઇ મનજીભાઇ, પ્રવિણભાઇ, ગોવિંદભાઇ, રાયધનભાઇ, ગોરધનબાપા વિગેરે કાર્યકરો મહેનત કરી રહ્યા છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીર : સંદીપ બગથરીયા
(3:30 PM IST)










