<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

રૂડાનગરમાં ઘરની સફાઇ વખતે દાગીનાની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ રાજસ્‍થાની પકડાયો

વિજયપ્‍લોટમાં રહેતાં કિરણકુમાર કીરને યુનિવર્સિટી પોલીસે પકડી ૧.૬૬ લાખના દાગીના કબ્‍જે કર્યાઃ ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ, પ્રાદિત્‍યસિંહની બાતમી

 

રાજકોટ તા. ૨૧:  કાલાવડ રોડ ઇસ્‍કોન મંદિર પાછળ રૂડા-૩ પ્‍લોટ નં. ૭ શેરી નં. ૧માં રહેતાં રાજનભાઇ રાજેન્‍દ્રકુમાર સોલંકી (ઉ.વ.૩૧) નામના યુવાને ઘરમાં લગ્નપ્રસંગ આવી રહ્યો હોઇ ઇન્‍સ્‍ટાગ્રામમાં રીલ જોઇ સાવરીયા હોમ ક્‍લીનીંગ સર્વિસનો સંપર્ક કરી ઘરની સફાઇ માટે કામદારો બોલાવ્‍યા હતાં. જો કે કામદારો ગયા બાદ ખબર પડી હતી કે ઘરમાંથી ૧,૬૬,૭૨૧ના દાગીના ગાયબ છે. યુનિવર્સિટી પોલીસને જાણ થતાં ગુનો નોંધી તપાસ કરી ભેદ ઉકેલી એક શખ્‍સને પકડી લીધો છ.ે

 ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ જોઇ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરી બૂકીંગ કરાવતાં ૧૭/૨ના રોજ સવારે  મોહનભાઈ નામના વ્‍યક્‍તિએ બે મહિલા અને એક પુરૂષ મળી ત્રણ સફાઇ કામદારને મોકલ્‍યા હતાં. સફાઈ કામ પુરૂ થયા બાદ રાજનભાઈએ નક્કી કર્યા મુજબ રૂ. ૮૦૦૦નું ઓનલાઇન પેમેન્‍ટ પણ કરી દીધું હતું. કામદારો ગયા બાદ જ્‍યારે પરિવારે તપાસ કરી ત્‍યારે જાણવા મળ્‍યું હતું કે કબાટના ઉપરના ભાગે છુપાવીને રાખેલા દાગીના ગાયબ હતા. જેમાં સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી વજન ૮.૧૦ ગ્રામ કિંમત અંદાજે રૂ. ૧,૧૧,૧૨૧, સોનાની બે વીંટીઓ વજન ૪ ગ્રામ કિંમત અંદાજે રૂ. ૫૫,૦૦૦  રોકડ રકમ રૂ. ૬૦૦ મળી કુલ  રૂ. ૧,૬૬,૭૨૧ની માલમત્તાની ગાયબ છે.

હેડકોન્‍સ. ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ સુખદેવસિંહ, પ્રવિણભાઇ જતાપરાની બાતમી પરથી મુળ રાજસ્‍થાન ઉદયપુરના ગીંગલાના હાલ વિજય પ્‍લોટ-૩માં રહેતાં કિરણકુમાર માંગીલાલ કીર (ઉ.વ.૧૯)ને પકડી લઇ ચોરેલા દાગીના કબ્‍જે કર્યા છે. સફાઇ કરતી વખતે લાલચ જાગતાં તેણે ચોરી કરી લીધાનું રટણ કર્યુ હતું. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિહ, વનરાજભાઇ, પ્રવિણભાઇ, પ્રાદીત્‍યસિંહ, ધારાબેને આ કામગીરી કરી હતી. 

(3:49 PM IST)