તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
આનંદી એજ્યુ.એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા કાલે સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ૧૧ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે
કરીયાવરમાં દીકરીઓને ૨૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે

રાજકોટઃ શ્રી આનંદી એજ્યુ. એન્ડ ચેરી.ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવતીકાલે તા.૨૨ના રવિવારે ૧ લક્ષ્મીનગર, આંબેવ ચોક, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ, રાજકોટ ખાતે ૨૩માં જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દાતાઓના સહયોગથી ૨૦૦ જેટલી વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રમેશભાઈ ચાવડીયા, ધનસુખભાઈ કાસમપરા, હિરેનભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મોરી, દિલીપભાઈ ચાવડીયા, વિશાલ મુળાશીયા, પિયુષ કોટેચા, મહેશભાઈ વરમોરા, રાજેનભાઈ ધાધલ, યશ ચાવડીયા, નીતીનભાઈ જોટાણીયા, સંજયસિંહ પરમાર, શૈલેષભાઈ રાઠોડ, તુષારભાઈ સોનરાજ, ધર્મેન્દ્ર ચૌહાણ અને જીજ્ઞેશભાઈ ડોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:55 PM IST)










