તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
ભીમ આર્મી ભારત એકતા મીશન રાજકોટ સંગઠનનું વિસ્તરણ : અધ્યક્ષપદે મૌલેશ મકવાણા
ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ સહિત ર૧ જેટલા હોદ્દેદારોની વરણી

રાજકોટ : ભીમ આર્મી ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ કમલેશભાઇની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, ભીમ આર્મીના રાજકોટ શહેર અધ્યક્ષ મૌલેશભાઇ મકવાણા દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સંગઠનની વિચારધારા પહોંચાડાવી અને સામાજિક ન્યાયની લડતને વધુ તેજ બનાવવાનો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
આગામી સમયમાં રાજકોટના દરેક વોર્ડ અને ગામડાઓ સુધી ભીમ આર્મીનો અવાજ પહોંચશે અને મજબૂત ટીમ દ્વારા સામાજિક કાર્યોને વેગ આપવામાં આવશે, તેમ પણ જણાવાયું છે.
મૌલેશભાઇ મકવાણા (શહેર અધ્યક્ષ, ભીમ આર્મી, રાજકોટ) તેમજ ઉપાધ્યક્ષો - ભાવેશ વાઘેલા, અલ્પેશ મારુ, મહેશ મકવાણા, ભીખાભાઇ મકવાણા, કૈલાશ સિંહ સોલંકી તથા મહામંત્રીઓ - મહેશ બથવાર, વિજય ગોહેલ, રાજેશ મહાલિયા, ભાવેશ લુણસિયા, વિશાલ ચાવડા, વિપુલ બોરીચા તેમજ મંત્રીઓ - ભાવિન વાઘેલા, મહેન્દ્ર ગોહેલ, ચંદ્રેશ સોલંકી, અનમોલ વાઘેલા, નયન ચુડાસમા, ઋત્વિક દાફડા, મિત મકવાણા કૈલાશ ભોજાણી, ભાવેશ બગડા, મહેશ દાફડા, ધ્રુવિલ વાઘેલા અને કોષાધ્યક્ષ તરીકે દિવ્યેશ પરમારની વરણી કરવામાં આવી છે.
(2:48 PM IST)










