તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂનો આજે જન્મદિવસ : શુભેચ્છાનો ધોધ
સૌરાષ્ટ્રના નામાંકીત ‘પ્રભુગ્રુપ' બિલ્ડર્સના ચેરમેન અને યશસ્વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કર્યા : સમગ્ર જીવન સમાજને સમર્પ : આજે બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ, તા. ર૧ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના બાહોશ અને કાર્યદક્ષ પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂનો આજે જન્મદિવસ છે. તેઓ પોતાના યશસ્વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬રમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના નામાંકિત ‘પ્રભુગ્રુપ' બિલ્ડર્સના ચેરમેન, રાજકોટ સટ્ટા બજારના પ્રમુખ, પ.પૂ. રણછોડદાસજી બાપુ ચેરીટેબરલ ટ્રસ્ટ (સદ્્ગુરૂ ટ્રસ્ટ) ના ટ્રસ્ટી, રામમંદિર, રતનપરના ટ્રસ્ટી જનકલ્યાણ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ, કાઠીયાવાડ નિરાક્ષિત બાલશ્રમના ટ્રસ્ટી સહિતની અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક બજાવનાર શ્રી રાજુભાઇ પોબારૂ પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરી ચુકયા છે. તેઓના જન્મદિન નિમિત્તે ગેસ્ફોર્ડ સિનેમા સામે, ડો. યાજ્ઞિક રોડ, એસ.ડી. એફ.સી. બેન્કની બાજુમાં, રાજકોટ ખાતે આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એકઠુ થયેલું બ્લડ સર્વ સમાજના થેલેસેમિયાગ્રસ્ત બાળકોના હિતાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. સામાજીક સેવાકીય, ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશા સહૃદય સહયોગી બનતા શ્રી રાજુભાઇ પોબારૂ (મો. ૯૮ર૪૦ ૪૦પપ૯) ઉપર જન્મદિન નિમિતે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
(3:50 PM IST)










