<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

કાલે જેતપુરમાં પરશુરામ સેના દ્વારા ૧૪માં સમુહલગ્ન : યજ્ઞોપવિતનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે, પાંચ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે : કરીયાવરમાં ૭૦થી વધુ વસ્‍તુઓ અપાશે, આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટ : પરશુરામ સેના જેતપુર દ્વારા ૧૪માં સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિતનો કાર્યક્રમ આવતીકાલે તા.૨૨ ના રવિવારે સવારે ૧૦ કલાકે રાજધાની પાર્ટી પ્‍લોટ સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ, જેતપુર ખાતે પરશુરામ સેનાના પ્રમુખ હિતેષભાઇ જોષી તથા મંત્રી અશોકભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ અંતર્ગત માહિતી આપતા બ્રહ્મઅગ્રણી હરેશભાઇ જોષી, પરશુરામ સેના જેતપુરના પ્રમુખ હિતેષભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકરએ જણાવ્‍યુ હતુ કે, પરશુરામ સેના દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી બ્રહ્મ સમાજની દીકરીઓ માટે  સમૂહ  લગ્ન અને બ્રહ્મ બટુકો માટે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે, ત્‍યારે આ આયોજનના  મુખ્‍ય દાતા એવા ભારતીબાળા  રમેશભાઇ ઠાકર તથા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયા અને અન્‍ય દાતાઓનો સહયોગ સાંપડી રહ્યો છે, જેમાં આચાર્ય પદે સંદીપભાઇ જાની રહી વેદોક્‍ત મંત્રોચારથી સમૂહ લગ્ન તેમજ યજ્ઞોપવિત ધારણ કરાશે.

આ સમૂહ લગ્નમાં જોડાનાર કન્‍યાઓને ભગવાન પરશુરામની છબી, મંગળસૂત્ર, કાનની બુટી, સોનાની ચૂક, ચાંદીના સાંકડા સહિત ૭૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, રાજ્‍યના પૂર્વ મંત્ર અને ધારાસભ્‍ય જયશભાઇ રાદડિયા, મોટી હવેલી જેતપુરના પ્રિયાંકરાયજી, ઋષિમંદિરના કનૈયાનંદજી મહારાજ, ભુવનેશ્વરીપીઠ ગોંડલના ડો. રવિ દર્શન મહારાજ, શાષાીજી રમેશભાઇ ઠાકર, બ્રહ્મસમાજ અગ્રણી હરેશભાઇ જોષી, કાળુભાઇ જોષી, ઉતરાખંડીી હનુમાન મંદિરના વસંતબાપુ, જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી પી.સી. જોષી, હરેશભાઇ પંડયા, રાજકોટના પૂર્વ કોર્પોરેટર જેન્‍તીભાઇ સરધારા, એમ.એમ. સરધારા, એન.આર. વ્‍યાસ, સી.ટી. પટેલ, મનીષભાઇ પંડયા, જગદીશભાઇ પાંભર, જયસુખભાઇ ગુજરાતી સહિતના નવદંપતિ તેમજ બટુકોને શુભેચ્‍છા પાઠવશે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેના જેતપુરના પ્રમુખ હિતેષભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ સુરેશભાઇ પંડયા, શૈલેષભાઇ જોષી, સુરેશભાઇ મહેતા, સંજયભાઇ દવે, ઘનશ્‍યામભાઇ જોષી, દિલીપભાઇ જોષી, તરૂણભાઇ જોષી, રાજુભાઇ મહેતા, ધર્મેશભાઇ કનૈયા, ચંદુભાઇ જોષી, મનુભાઇ મહેતા, અજયભાઇ અધ્‍યારૂ, પંકજભાઇ ત્રિવેદી, ધર્મેશભાઇ વ્‍યાસ, પરેશભાઇ જોષી, જરેન્‍દ્ર જાની, વિનોદભાઇ ઠાકર, સુનિલભાઇ શુક્‍લા, પરશુરામ સેના મહિલા મંડળના રીનાબેન દવે, નીતાબેન જોષી, કાશ્‍મીરાબેન ઠાકર, ગીતાબેન જોષી, મધુબેન ઠાકર, દક્ષાબેન જોષી, રીટાબેન મહેતા, આરતીબેન જાની, લતાબેન દવે, ઇલાબેન દવે સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(12:28 PM IST)