તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
જંગલેશ્વર ડિમોલીશન પ્રકરણ : હાઈકોર્ટમાં હવે ૨૭મીઍ સુનાવણી : સરકાર પક્ષે ઍફીડેવીટ રજૂ કરવાનો સમય માંગવામાં આવ્યો
હાઈકોર્ટમાં આઈ.બી. રીપોર્ટ રજુ થવાની ભારે ચર્ચા : રીવરફ્રન્ટ ઉપર દબાણ બાબતે કોગ્રેસના ધરખમ ગજાના નેતાનું નામ જારશોરથી ચર્ચામાં

રાજકોટ, તા. ૨૦ : જંગલેશ્વર ડિમોલીશન મુદ્દે આજરોજ હાઈકોર્ટમાં મુદ્દત હતી, તે મુદ્દત અન્વયે સરકાર પક્ષે ઍફીડેવીટ રજૂ કરવાનો સમય માંગતા આગામી સુનાવણી માટે ૨૭મી ફેબ્રુઆરીની મુદ્દત પડી છે. ડીમોલીશન ન કરવા માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવેલ નથી તેમજ મનાઈ હુકમની દાદને રીજેકટ કરવામાં પણ આવેલ નથી. ડીમોલીશનની કાર્યવાહીનો દડો હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર છોડી દેવામાં આવ્યો છે. દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચાતી વિગત મુજબ હાઈકોર્ટમાં આઈ.બી. રીપોર્ટ રજૂ થવાની ચર્ચાઍ જાર પકડ્યુ છે અને તેમાં રીવરફ્રન્ટ ઉપરના દબાણ કરાવવામાં ઍક ભૂતપૂર્વ કોîગ્રેસના ધારાસભ્ય કક્ષાના ધરખમ ગજાના નેતાનું નામ જારશોરથી ચર્ચાઈ રહ્ના છે.
(4:08 PM IST)










