તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
સરપંચ સંવાદઃ વીજ કનેકશન-નડતરરૂપ થાંભલા-પોલીસ પેટ્રોલીંગ ગ્રામીણ દબાણો-પીવાના પાણી સહિતના પ્રશ્નોની તડાપીટ
કલેક્ટર-ડીડીઓની ઉપસ્થિતીમાં એક પછી એક સવાલો ઉખડયાઃ માળખાકીય સૂવિધાઓનો અભાવ

રાજકોટ,તા.૨૦: ફેબ્રુઆરી - રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે ત્વરિત નિકાલ લાવવાના ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સરપંચ સંવાદ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે વિંછીયા મામલતદાર કચેરી અને જસદણ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિદના માર્ગદર્શન હેઠળ જસદણ અને વિંછીયા તાલુકાના સરપંચો સાથે અધિકારીઓની સંવાદ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન વિવિધ ગામોના સરપંચો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો અંગે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી.
જેમાં મુખ્યત્વે વીજ કનેક્શન મેળવવા, નડતરરૂપ વીજપોલનું શિફિટંગ, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિગ વધારવા અને ગામતળના દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો, તેમજ સીમ વિસ્તારના સાંકડા રસ્તાઓ પહોળા કરવા, ગામતળના પ્લોટની માંગણીઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને પાણીના નિકાલ જેવી સુવિધાઓ અંગે પણ જરૂરી સૂચના અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ સુનિヘતિ કરાયું હતું.
આ ઉપરાંત, ખેતી અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકતા આ બેઠકમાં પાક માટે 'સૌની યોજના' હેઠળ પાણી મેળવવા, ગામમાં નવી એસ.ટી. બસ સેવાઓ શરૂ કરવા, જળસંચય માટે ચેકડેમો ઊંડા ઉતારવા અને આંગણવાડીના અટકેલા બાંધકામો સત્વરે શરૂ કરવા બાબતે અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી.
આ તકે વહીવટી તંત્રના ‘સરપંચ સંવાદ' કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે અને લોકપ્રશ્નોના ઝડપી નિવારણ માટે સક્રિય મંચ પૂરું પડાશે, તેવી આશા વ્યક્ત કરાઈ હતી. (૪૦.૨૨)
(3:45 PM IST)










