તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન્સ ઓફ યુએસએ દ્વારા મે મહિનામાં અમેરિકામાં મહાઅધિવેશન
સંસ્થાના પ્રતિનિધિઓ રાજકોટમાં : ઉદ્યોગપતિઓ, તબીબોને આમંત્રણ

રાજકોટ : ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA)ના સ્થાપકશ્રીઓ , પ્રમુખ ડૉ. વસુદેવભાઈ પટેલ , ઉપપ્રમુખે હર્ષદ પટેલ તથા પ્રકાશ પટેલ રાજકોટ આવ્યા હતા. આગામી તા.૨૨ થી ૨૫ મેં દરમ્યાન અમેરિકામાં મહાઅધિવેશન યોજાશે. જેમાં વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
આ અંતર્ગત તાજેતરમાં જેઠીબેન ગોવાણી ઉમાભવનમાં ‘મેડિકલ ટુરીઝમ' વિષય પર વિશેષ સેમિનારનું ડો. પ્રદીપ કણસાગરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગિરિરાજ હોસ્પિટલ ના ડો. મયંક ઠક્કર, ડો આશિષ ગણાત્રા, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના કો.ઓ.ઓ.ડો. વિશાલ ભટ્ટ, સીનારજી હોસ્પિટલ, વોક હાર્ટ હોસ્પીટલ, શિવ હોસ્પિટલ, ગેસ્ટ્રો સર્જ હોસ્પિટલ, પ્રાઈમ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) સેમિનાર પણ યોજાયો, જેમાં વ્યાપારિક તકો અને સહકાર અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી. આ વર્ષે અમેરિકામાં ૨૨થી ૨૫ મે દરમિયાન યોજાનાર ફોગા યુએસએ ના કન્વેન્શન માં નિમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનના પ્રમુખ ડો. વાસુદેવભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સંગઠનની ભાવિ યોજનાઓ તથા કાર્યદિશા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન્સ ઓફ યુએસએ (ફોગા યુએસએ)ના પ્રેસીડેન્ડ ડો.વાસુદેવભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, ડો. પ્રદીપભાઇ કણસાગરા, હરીશભાઇ ભાલાણી ડો.પ્રદીપભાઇ કણસાગરા, હરીશભાઇ ભાલાણી (યુએસએ) અને જેન્તીભાઇ સરધારા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:41 PM IST)










