તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
આટલી ઉતાવળ કેમ ? સફારી પાર્ક શરૂ થયે ટીકીટના દર નક્કી થશે : સ્ટેન્ડીંગે સૂચવેલ દર ફગાવ્યા
કમિશનર બ્રાન્ચ મારફત આવેલ સૂચનનો છેદ ઉડયો : પ્રદ્યુમન પાર્કમાં પણ એન્ટ્રી ફી નહીં વધે : ચૂંટણી વર્ષમાં મનપાના કરબોજ વિનાના બજેટ બાદ લોકોને મનોરંજનમાં પણ ભાવ વધારો નડશે નહી

રાજકોટ, તા.૨૦: શહેરની ભાગોળે બની રહેલ લાયન સફારી પાર્ક તથા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં એન્ટ્રી ટિકિટના દરો અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે લાયન સફારી પાર્કની ટિકિટના દર લોકાર્પણ બાદ નક્કી કરવામાં આવશે. તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદ્યુમન પાર્કમાં ત્રણ થી ૧૨ વર્ષ સુધીના બાળકોનો ટિકિટનો દર રૂ.૧૦ થી વધારી રૂ.૨૦ કરવા, ૧૨ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને એન્ટ્રી ટિકિટના ભાવ રૂ.૨૦ થી વધારી રૂ.૫૦ કરવા અને સિનિયર સિટીઝન માટેનો દર રૂ.૧૦થી વધારી રૂ.૨૦ કરવા જ્યારે પરદેશી વ્યક્તિ માટેનો હયાત દર રૂ.૧૦૦ થી વધારી રૂ.૩૦૦ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને નામંજૂર કરાય છે.
આ ઉપરાંત લાયન સફારી પાર્કનું ૩૦% થી વધુ કામ હજુ કામ છે. લોકાર્પણના આડે હજુ મહિનાઓ બાકી છે. છતા અધિકારીઓ દ્વારા સફારી પાર્કની એન્ટ્રી ટિકિટના દર નક્કી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. લાયન સફારી પાર્કના લોકાર્પણ બાદ ટિકિટના દર નક્કી કરવામાં આવશે તેવો નિર્ણય સ્ટેનડીંગ કમીટી દ્વારા લેવામાં આવ્યો હતો.
લાયન સફારી પાર્કનું કામ ૮૦ ટકા પૂર્ણ થવામાં છે ત્યારે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં તેના એન્ટ્રીના ભાવ અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે. સાથે જ પ્રધ્યુમન પાર્કના પ્રવેશ દર વધારવા અંગે દરખાસ્ત પણ રજુ કરાઇ હતી.
જયારે છેલ્લા ૪ વર્ષ દરમિયાન ર૦રર થી ર૦રપ સુધીમાં ર૪.પ૦ લાખથી વધુ મુલાકાતીઓએ પ્રધ્યુમન પાર્ક ઝુની મુલાકાત લેતા તંત્રને ૬.રપ કરોડથી વધુની આવક થવા પામી છે.
શહેરની ભાગોળે આવેલ રાંદરડા નર્સરી તરફ ૨૯ હેકટરની જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા મનપા તંત્ર ગત બજેટમાં ૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. કમિટિ રૂમમાં સ્ટેન્ડીંગ મિટીંગ યોજાશે.
શહેરમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝુ ખાતે મુલાકાત માટે આવે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ - સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકોટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ સર્વે નં. ૧૪૪, ૧૪૫, ૧૫૦ તથા ૬૩૮ મળી કુલ અંદાજે ૩૮ હેકટર જમીન પૈકી ૨૯ હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાનું કામ પ્રગતિમાં છે.
આ લાયન સફારી પાર્કનું કામ કુલ બે વર્ષ જેટલું ચાલવાનું હતું. હાલ જેનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું છે. ઉપરાંત ઝૂ ઓથોરીટી દ્વારા સ્થળ મુલાકાત પણ કરવામાં આવી છે.
રંગીલા રાજકોટની પ્રજાને પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના ફરવા લાયક સ્થળોમાં લાયન સફારી પાર્કનો ઉમેરો નજીકના ભવિષ્યમાં થનાર છે.
આમ ચૂંટણી વર્ષમાં શાસકો દ્વારા કોઇપણ પ્રકારના કરબોજ વિનાના બજેટ બાદ પ્રધ્યુમન પાર્કની એન્ટ્રી ફીમાં વધારાની દરખાસ્ત પણ ફગાવી દેવામાં આવી છે.
કયા કામનો કેટલો ખર્ચ
કામની વિગત રકમ (રૂપિયામાં)
રસ્તાકામ ૪૪,૯૩,૭૮,૮૭૭
ડ્રેનેજ ૨૮,૩૭,૩૮૨
પેવિંગ બ્લોક ૬,૯૯,૧૩,૩૭૫
આર્થિક તબીબી રાહાય ૭,૮૫,૬૭૦
કાર્યક્રમ ખર્ચ ૪,૪૩,૧૯૪
મેનપાવર ૩૯,૮૪,૯૪,૪૪૧
સી.સી. કામ ૧,૦૭,૭૬,૧૧૭
ડી.આઈ. પાઈપલાઈન ૫૮,૯૦,૪૧,૯૪૬
સ્ટોર્મ વોટર ડ્રેઈન ૯૯,૯૩,૫૦૦
વાહન ખરીદી ૩,૫૬,૭૯૫
વોટર વર્કરા ૧૧,૮૨,૦૦૦
ગાર્ડન/વળક્ષારોપણ ૧,૪૩,૫૨,૪૧૪
નવી વોર્ડ ઓફીસ ૧૭,૦૮,૩૬૯
બોક્સ કલવર્ટ / સ્લેબ કલ્વર્ટ ૨,૫૯,૫૬,૦૦૭
હોકર્સ ઝોન/શાક માર્કેટ ૫,૦૮,૭૮,૧૫૪
મશીનરી ખરીદી ૪,૨૭,૧૯,૫૯૬
ચેઈન લીંક/ ફેન્સીંગ/ચાપણીયા ૨૩,૪૭,૨૨૬
જાહેરાત ૧૦,૦૦૦
નવા કોમ્યુનિટી હોલ / પાર્ટી
પ્લોટ ૧૨,૮૧,૬૭,૩૯૮
લાઈબ્રેરી ગ્રાન્ટ ૯,૦૦,૦૦૦
બિલ્ડીંગ કામ/નવીનીકરણ ૬,૦૬,૬૧,૮૫૫
ફૂટપાથ / રોડ ડીવાઇડર ૬૪,૨૪,૮૦૬
કમ્પાઉન્ડ વોલ/દિવાલ ૩,૮૮,૧૨,૦૬૪
કુલ ખર્ચ : ૧,૭૫,૬૦,૯૮,૧૮૬
- આવક (રૂપિયામાં) -
સર્કલ ડેવલોપમેન્ટ (શીતલ પાર્ક) ૨૫,૯૪,૬૬૮
સર્કલ ડેવલોપમેન્ટ(EZ-WZ) ૪૩,૧૬,૩૦૫
સ્ક્રેપ મટીરીયલ ૪૭,૨૬,૫૪૦
કુલ આવક : ૧,૧૬,૩૭,૫૧૩
(3:40 PM IST)










